કેનેડા જવાનો ઉત્સાહ હવે મોંઘો પડશે : વિદ્યાર્થીઓને મોટો આંચકો, GIC નિયમોમાં મોટો બદલાવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Canada implements stricter Rule for international students : ભારત અને કેનેડાના વણસાયેલા સંબંધ વચ્ચે હવે કેનેડા અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થી માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે.વિદ્યાર્થીઓને આજીવિકા ખર્ચ પેટે 20 હજાર ડોલરથી વધુ બેન્કના ખાતામાં બતાવવા પડશે.GIC આ નવા માપદંડો 1 જાન્યુઆરીથી લાગુ પડશે. આ સિવાય એપ્રિલ સુધી વિદ્યાર્થીઓને વર્ક પરમીટ લંબાવી આપવાનું બંધ કરાશે.

GIC નિયમોમાં મોટો બદલાવ

આ નવા નિયમોની અસર ગુજરાતીઓ સહિત કેનેડા અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓ પર થશે.આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રહેવા અને અભ્યાસ કરવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. સાથે એક મજબૂત નાણાકીય બેકગ્રાઉન્ડ પણ બતાવવું પડશે.નેડાના ઈમીગ્રેશન, રિફ્યૂજી અને સિટિઝનશીપ મંત્રી તાજેતરમાં આ ફેરફારો અંગે જાહેરાત કરી હતી. કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે જણાવ્યું કે, હવે અરજીકર્તાએ તેની પાસે ટ્યુશન અને મુસાફરી ખર્ચના પહેલા વર્ષ ઉપરાંત 20,635 કેનેડિયન ડોલર છે, જે લગભગ 12 લાખ 66 હજાર ભારતીય રૂપિયા છે.

આ લોકો હવે 20 કલાકના બદલે 40 કલાક કામ કરી શકશે

આ સિવાય બીજો એક ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ ભારત તેમજ જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ કેનેડામાં રહીને અભ્સાસ કરે છે અને જે સ્ટુડન્ટે કેનેડા જવા માટે 7 ડિસેમ્બર પહેલાં સ્ટુડન્ટ વિઝાની અરજી કરી દીઘા છે તેવા સ્ટુડન્ટ 30 એપ્રિલ 2024 સુધી ફુલટાઈમ જોબ કરી શકશે. એટલે આ નિયમ બાદ તે ઓફ કેમ્પસ અઠવાડિયાના 20 કલાકના બદલે 40 કલાક કામ કરી શકશે.

ADVERTISEMENT

પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટને લઈ મોટા સમાચાર

અગાઉ કેનેડિયન સરકારે 2021, 2022 અને 2023માં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે 18 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. જેના હવે સરકારે જાહેરાત કરી છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો સ્ટુડન્ટને કોઈ એક્સટેન્શન મળશે નહિ.

    follow whatsapp

    ADVERTISEMENT