Ram Mandir: અયોધ્યા રામ મંદિરની ભારતથી કેનેડા સુધી ભવ્ય ઉજવણી, કેનેડાના 3 શહેરોએ કર્યું મોટું એલાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ayodhya Ram Mandir: સમગ્ર વિશ્વમાં હિન્દુઓ 22 જાન્યુઆરીએ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. કેનેડા (Canada) અને અમેરિકાના ઘણા શહેરોના કેટલાય મંદિરોમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ થવા જઈ રહ્યું છે. કેનેડામાં ટોરોન્ટો શહેરની બે નગરપાલિકા ઓકવિલે અને બ્રામ્પટનના મેયર રોબ બર્ટન અને પેટ્રિક બ્રાઉને 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, 22 જાન્યુઆરીએ હિંદુઓ દ્વારા પૂજવામાં આવતા ભગવાન રામની કરુણાને યાદ કરવામાં આવશે.

આ સાથે મિલ્ટન શહેરના મેયરે પણ આ દિવસને લઈને હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, આ દિવસ તમારા માટે શાંતિ, એકતા અને વિચારશીલ પ્રતિબિંબની પુષ્કળતા લાવે.

ઓકવિલે અને બ્રામ્પટનના મેયરે શું કહ્યું?

આ ઓકવિલે અને બ્રામ્પટનના મેયરે દરેકને આ ઐતિહાસિક દિવસને ધામધૂમથી ઉજવવાની અપીલ કરી છે. આ તહેવાર આપણી સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિક છે. તેમના મતે રામ સૌહાર્દ અને શાંતિનું પ્રતિક છે. આથી 22 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના વિસ્તારમાં થતા તહેવારોમાં ભાગ લેશે.

ADVERTISEMENT

કેનેડા-અમેરિકામાં અગરબત્તી, દિવાનું ધૂમ વેચાણ

કેનેડા અને અમેરિકામાં દરેક ભારતીય અને પાકિસ્તાની સ્ટોરમાં દિવો, અગરબત્તી વગેરેનું વેચાણ થઈ રહ્યું છે. અયોધ્યાના રામ મંદિરની લાકડાની પ્રતિકૃતિ નમસ્તે ઈન્ડિયા અને પંચવટી સ્ટોર, પટેલ બ્રધર્સમાં પણ ઉપલબ્ધ છે. ફિજીમાં ઘણા હિંદુ દેવી મંદિરો છે. દરેકને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે અને ભજન અને કીર્તન કરવામાં આવી રહ્યા છે. આ હિન્દુઓ હિન્દી બોલી શકતા નથી, તેથી તેઓ હનુમાન ચાલીસા અને રામ ચરિત માનસની રોમનાઈઝ્ડ નકલોમાંથી પાઠ કરે છે.

ADVERTISEMENT

કેનેડામાં લાગ્યા રામ મંદિરના બિલબોર્ડ

તો બીજી તરફ હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશને આ દિવસના બિલબોર્ડ ગ્રેટર ટોરેન્ટો વિસ્તારમાં લગાવ્યા છે. જેમાં કહેવાયું છે કે, ભારતમાં રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિરનો અભિષેક કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બ્રાન્ટફોર્ડમાં 22 જાન્યુઆરીને ‘અયોધ્યા રામ મંદિર દિવસ’ જાહેર કરાયો છે. 2021ની વસ્તુ ગણતરી મુજબ, કેનેડામાં કુલ વસ્તીના 2.3 ટકા લોકો અથવા 8.30 લાખ હિન્દુ છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસનું નેતૃત્વ PM મોદી કરશે અને દેશભરમાંથી અસંખ્ય સાધુ-સંતો, VVIP તથા રામ ભક્તો આ સમારોહમાં હાજરી આપશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT