આયુષ્માન ભારત યોજનામાં એક જ નંબરથી 7.5 લાખ લાભાર્થી રજીસ્ટર, CAGના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારતના કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGના એક રિપોર્ટમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર નોંધાયેલા છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત યોજનાના ઓડિટ પરના પોતાના રિપોર્ટમાં CAGએ આ ચોંકાવનારી માહિતી આપી છે.

ખોટા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવ્યું

ખાસ વાત એ છે કે જે મોબાઈલ નંબર પરથી લગભગ 7.5 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તે નંબર પણ ખોટો હતો, એટલે કે તે નંબર માટે કોઈ સિમ કાર્ડ નથી. BIS ડેટાબેઝના વિશ્લેષણમાં આટલી મોટી સંખ્યામાં નકલી નોંધણીઓ બહાર આવી છે. રિપોર્ટમાં આવો જ એક અન્ય મામલો પણ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 1 લાખ 39 હજાર 300 લોકો અન્ય નંબર 8888888888 સાથે જોડાયેલા છે, જ્યારે 96,046 અન્ય લોકો 90000000 નંબરથી જોડાયેલા છે. આ સિવાય આવા 20 જેટલા નંબરો પણ સામે આવ્યા છે, જેની સાથે 10,000 થી 50,000 લાભાર્થીઓ જોડાયેલા છે.

ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ CAGના અહેવાલમાં કુલ 7.87 કરોડ લાભાર્થીઓ નોંધાયા છે, જે 10.74 કરોડ (નવેમ્બર 2022)ના લક્ષ્યાંક પરિવારોના 73% છે. આ પછી સરકારે તેનો વ્યાપ વધારીને 12 કરોડ કરી દીધો હતો.

ADVERTISEMENT

ફોન નંબર વિના સારવાર મેળવવામાં મુશ્કેલી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટાબેઝમાં કોઈપણ લાભાર્થી સાથે સંબંધિત રેકોર્ડ શોધવા માટે મોબાઈલ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આની મદદથી કોઈ આઈડી કાર્ડ વગર રજીસ્ટ્રેશન ડેસ્ક પર જઈ શકે છે. જો મોબાઈલ નંબર જ ખોટો હોય, તો ઈ-કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં લાભાર્થીની ઓળખ કરવી મુશ્કેલ બની શકે છે. એટલે કે આ પછી લાભાર્થીને યોજનાનો લાભ મળવો લગભગ અશક્ય બની જશે. હોસ્પિટલો તેમને સુવિધાઓ નકારશે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

મૃતક દર્દીઓ પણ સારવાર લેતા રહ્યા

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ઓડિટમાં બહાર આવ્યું છે કે TMSમાં ‘મૃત’ જાહેર કરાયેલા દર્દીઓને પણ યોજનાનો લાભ મળતો રહ્યો. ટીએમએસ અનુસાર, આયુષ્માન ભારતનો લાભ લેનારા 88 હજાર 760 દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. પરંતુ આ દર્દીઓને લગતા 2 લાખ 14 હજાર 923 નવા દાવા ચૂકવવામાં આવ્યા હતા. તેમાંથી 3 હજાર 903 દાવાઓના બદલામાં હોસ્પિટલોને 6 કરોડ 97 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

શું નવી સિસ્ટમ ભૂલ સુધારશે?

CAG એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ આ ઓડિટ માટે સહમત થતા કહ્યું છે કે BIS 2.0 ની લાગુ કરવા સાથે આ મુદ્દો ઉકેલવામાં આવશે. BIS 2.0 સિસ્ટમને રૂપરેખાંકિત કરવામાં આવી છે જેથી ચોક્કસ સંખ્યા કરતા વધુ પરિવારો એક જ મોબાઇલ નંબર હેઠળ રજીસ્ટર ન થઈ શકે. આનાથી કોઈપણ નંબર દાખલ કરીને નોંધણી કરવામાં આવે છે તે બંધ થઈ જશે.

ADVERTISEMENT

મોબાઈલ નંબર સંબંધિત આ જોગવાઈઓ છે

અહેવાલ મુજબ, લાભાર્થી માર્ગદર્શિકામાં એવી જોગવાઈ છે કે કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારથી લઈને તેને રજા ન મળે ત્યાં સુધી તેના મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કરવો જોઈએ. માર્ગદર્શિકા હેઠળ એવી પણ જોગવાઈ છે કે લાભાર્થીને કાર્ડ બનાવતી વખતે આપેલા નંબર પર મેસેજ મોકલીને તેની યોગ્યતા તપાસવા માટે જાણ કરવામાં આવશે. BIS ડેટાબેઝનું વિશ્લેષણ કર્યા પછી જાણવા મળ્યું કે એક જ નંબર પર હજારો લોકોના નામ નોંધાયેલા છે, જ્યારે મોટા ભાગના નંબરો મન ફાવે તેમ નાખવામાં આવ્યા છે, એટલે કે તે નંબરો માટે કોઈ સિમ કાર્ડ નથી.

    follow whatsapp

    ADVERTISEMENT