Cabinet Meeting: મોદી કેબિનેટની બેઠક, મહિલા અનામત બિલ પર લાગી શકે છે મહોર
Parliament Special Session 2023 Live: સંસદના વિશેષ સત્રની શરૂઆત જુના સંસદમાં થઇ. હવે મંગળવારથી કાર્યવાહી નવી સંસદમાં થશે. Cabinet Meeting પાર્લામેન્ટ એનેક્સીમાં કેબિનેટ મીટિંગ શરૂ…
ADVERTISEMENT
Parliament Special Session 2023 Live: સંસદના વિશેષ સત્રની શરૂઆત જુના સંસદમાં થઇ. હવે મંગળવારથી કાર્યવાહી નવી સંસદમાં થશે. Cabinet Meeting પાર્લામેન્ટ એનેક્સીમાં કેબિનેટ મીટિંગ શરૂ થઇ ચુકી છે. સંસદના વિશેષ સત્રના પહેલા દિવસની કાર્યવાહી સ્થગિત થયા બાદ પાર્લામેન્ટ એનેક્સીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઇ ચુકી છે. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે, મહિલા અનામત બિલ પર મહોર લાગી શકે છે.
Parliament Special Session Live રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી કાલ બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આવતી કાલે આ વિશેષ સત્રનું આયોજન હવે પછી નવા સંસદભવનમાં થશે. લોકસભાની બેઠક કાલે બપોરે 1.15 વાગ્યે નવા સંસદ ભવનમાં થવા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ બોલ્યા કે, કેટલાક માનનીય સભ્યો સદનની ગરિમાને ખુબ જ ખરાબ રીતે હર્ટ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં કહ્યું કે, આ ખુબ જ દુર્ભાગ્યની વાત છે કે જ્યારે આટલી સાર્થક ચર્ચા ચાલી રહી છે, જ્યારે પીએમ મોદીએ આજનો વિષય રાખ્યો અને તેને નવી ઉંચાઇઓ સુધી લઇને ગયા ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે કે, કેટલાક માનનીય સભ્યો ઓછી રાજનીતિ કરવા માટે માનનીય સભ્યો આ ડિબેટના સ્તરને પણ પાડી રહ્યા છે. આ સદનની ગરિમાને પણ ખુ બજ ખરાબ રીતે હર્ટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT