Bushra Diary Leaked: પાકિસ્તાનને ઇમરાન ખાન નહી ભુત ચલાવતું હતું, ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

Imrankhan about Bushra bibi
Imrankhan about Bushra bibi
social share
google news

ઇસ્લામાબાદ : બુશરા બીબીની ડાયરીના કારણે હાલ પાકિસ્તાનમાં હાલ રાજનીતિ ગરમ થઇ ચુકી છે. આ ડાયરીમાં ઇમરાન ખાન પર બુશરા બીબીના નિયંત્રણ સાથે જોડાયેલી મોટા ભાગની વાતો લખેલી છે. ડાયરીમાં ઇમરાન ખાનના ભોજન, પહેરવેશ, સુવા અને ઉઠવાનો સમયનો પણ ઉલ્લેખ છે. એટલું જ નહી બુશરા બીબી ઇમરાન ખાનની પાર્ટીને પણ ચલાવે છે.

પાકિસ્તાન અને ઇમરાન ખાન પર હતો બુશરા બીબીનો કબ્જો

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીની એક ડાયરી પરથી માહિતી મળી કે ઇમરાન ખાન પર બુશરા બીબીનો સંપુર્ણ કબજો હતો. તે ઇમરાન ખાનની દૈનિક દિનચર્યાથી માંડીને પાર્ટી અને દેશના નિર્ણયોમાં દખલ કરતી હતી. ઇમરાન ખાન બુશરા બીબીની મરજી વગર કંઇ પણ ખાઇ શકતા નહોતા. એટલું જ નહી તેમની ડાયરીમાં પાકિસ્તાની સેનાના પૂર્વ અધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાને મામુના નામથી સંબોધિત કરવામાં આવ્યા છે. બુશરા બીબીની ડાયરી જાહેર થયા બાદ સત્તારુઢ દળોએ ઇમરાન ખાનની વિરુદ્ધ ભારે હોબાળો કર્યો છે. પીપીપી અને પીએમએલ-એન નેતાઓને બુશરા બીબીને રિંગ માસ્ટર ગણાવ્યો છે.

પાકિસ્તાનના તમામ કદ્દાવર સ્તંભો પર હતો બુશરાનો કબજો

બુશરા બીબીની લીક ડાયરીમાં ખુલાસો થયો છે કે તેઓ પાકિસ્તાનમાં સત્તાના પ્રમુખ સ્તંભો પર દબાણ બનાવતા હતા અને દબાણ જળવાઇ રહે તે માટે નવા નવા પેંતરા પણ કરતી હતી. સરકારથી માંડીને સેના સુધી બધે જ બુશરા બીબીનો સિક્કો ચાલતો હતો. ડાયરીમાંથી લીક થયેલા પત્રોમાં ખુલાસો થયો કે બુશરા બીબી ઇમરાન ખાનને પણ કંટ્રોલ કરતી હતી. તે ન માત્ર પાકિસ્તાન તહેરીક એ ઇન્સાફના મહત્વના નિર્ણયલો લેતી હતી, પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રીની પત્ની તરીકે દેશના પણ મહત્વના નિર્ણયો લેતી હતી. આ ખુલાસાઓને કારણે પીટીઆઇ નેતૃત્વની અંદર બુશરા બીબીની ભુમિકાની ઉંડી તપાસને પ્રેરિત કરી છે.

ADVERTISEMENT

ઇમરાન ખાનની માનસિકતા બદલવા પર હતું જોર

ડાયરી પરથી માહિતી મળી રહી છે કે, બુશરા બીબી ઇમરાન ખાનની માનસિકતાને બદલવા માટે પ્રાર્થના પર જોર આપતી હતી. તે તેના નિવેદનોને તૈયાર કરતી હતી અને પ્રેરક ભાષામાં તકરીર પણ કરતી હતી. તેઓ ઇમરાન ખાનની પાર્ટીના આંતરિક મામલાઓનો આંતરિક નિર્ણય આપતી હતી. તેના આદેશ વગર ઇમરાન ખાન કોઇ પણ મોટા નિર્ણયોને લાગુ કરતો નહોતો. ઇમરાન ખાનના અંગત જીવનમાં બુશરા બીબીનો મોટો હસ્તક્ષેપ હતો. તે તેના ભોજન અને સુવા તથા જાગવાના નિર્ણયો પણ કરતી હતી.

પાકિસ્તાનના આર્મી ચીફને મામુ કહેતી હતી બુશરા બીબી

બુશરા બીબીની ડાયરીમાં ખુલાસો થયો કે આર્મી જનરલ કમર જાવેદ બાજવાને તે મામુ કહેતી હતી. ડાયરીમાં મુખ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ પર દબાણ બનાવવા ઉદ્દેશ્યથી રણનીતિઓનો પણ ઉલ્લેખ મળ્યો હતો. તેણે વકીલો અને ઇમરાન ખાન વચ્ચે વાતચીતને પણ નિયંત્રીત કરતી હતી. ઇમરાનને મહત્વપુર્ણ મામલાઓમાં ચુપ રહેવાનો નિર્દેશ આપતી હતી.

ADVERTISEMENT

ઇમરાન ખાનને રાત્રે એક જ વાર દુધ અપાતું હતું

ડાયરીમાં ઇમરાન ખાનની દિનચર્યા તેના આહાર, ગતિવિધિ બર બુશરા બીબીનું નિયંત્રણ અંગે પણ જણાવ્યું છે. જેમાં અપાયેલી માહિતીમાં ઇમરાન ખાનના ભોજન અને ડ્રિંક કરવાના વિકલ્પોનો પણ ઉલ્લેખ છે. એટલે સુધી કે તેના ભોજનના એક ખાસ સમયનો પણ ઉલ્લેખ છે. ડાયરીમાં દુધ અંગે પણ ઉલ્લેખ છે જેમાં ઇમરાન ખાનને મધરાત્રે જ માત્ર દુધ આપવાનો ઉલ્લેખ છે. હાલ તો આ ખુલાસાઓના કારણે પાકિસ્તાનની રાજનીતિમાં ભારે ઉથલ પાથલ મચી ગઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT