મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, પુલ પરથી બસ નીચે ખાબકી, 15 લોકોના મોત 20થી વધુ ઈજાગ્રસ્ત
ખરગોન: મધ્યપ્રદેશના ખરગોનમાં એક મોટો અકસ્માત થયો છે. ઈન્દોર તરફ જઈ રહેલી એક ખાનગી બસ હથિની નદી પર બનેલા પુલ પરથી નીચે પડી ગઈ હતી.…
ADVERTISEMENT
ખરગોન: મધ્યપ્રદેશના ખરગોનમાં એક મોટો અકસ્માત થયો છે. ઈન્દોર તરફ જઈ રહેલી એક ખાનગી બસ હથિની નદી પર બનેલા પુલ પરથી નીચે પડી ગઈ હતી. ખરગોનથી લગભગ 40 કિલોમીટર દૂર દરભંગામાં આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. રાજ્ય સરકારે અકસ્માતમાં ઘાયલોને મફત સારવાર તેમજ મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે.
મળતી માહિતી મુજબ મંગળવારે સવારે એક બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. બસ ખરગોનના ખરગોન ટેમલા રોડ પર દસંગા પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બસ પુલ પરથી નીચે પડી હતી. બસ પુલ પરથી નીચે પડી ગયા બાદ જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા
ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું અને પોલીસને પણ અકસ્માતની જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને પોલીસ ટીમ પણ મોકલવામાં આવી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ગ્રામજનોએ ઘણા ઘાયલોને ટ્રેક્ટર ટ્રોલીમાં નજીકની હોસ્પિટલમાં મોકલી દીધા હતા.
ADVERTISEMENT
15 લોકોના મોત નિપજ્યા
ડોક્ટરોએ 14 લોકોને મૃત જાહેર કર્યા છે જ્યારે 20 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે ખરગોનના પોલીસ અધિક્ષક (SP) ધરમવીર સિંહે કહ્યું હતું કે, આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે, ઈન્દોર જઈ રહેલી બસમાં લગભગ 50 લોકો હતા. બાદમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સરકારે મૃતકોના પરિજનોને સહાયની જાહેરાત કરી
મધ્ય પ્રદેશ સરકારે ખરગોન બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર અને અન્ય ઘાયલોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે.
ADVERTISEMENT