Budget 2024: બજેટમાં કોને શું મળ્યું અને મધ્યમવર્ગના હિસ્સામાં શું આવ્યું વાંચો મહત્વના મુદ્દા

ADVERTISEMENT

Nirmala Sitaraman
Nirmala Sitaraman
social share
google news
  • શું આ બજેટમાં મધ્યમ વર્ગને કોઇ ફાયદો જ નથી થયો
  • સામાન્ય વર્ગને અસર કરે તેવા બજેટના સૌથી મહત્વના 7 મુદ્દા
  • 57 મિનિટના ભાષણની સામાન્ય વર્ગના લોકો પર શું પડશે અસર

Budget 2024 Highlights : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું. જેમાં મધ્યમ વર્ગના પરિવારો માટે આવાસ અને તેમના ઘરોમાં સૌર ઉર્જા સ્થાપિત કરવા માટે ભેટ આપવામાં આવી છે. જો કે ટેક્સના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં લક્ષદ્વીપનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નાણાપ્રધાનનું ભાષણ 57 મિનિટ સુધી ચાલ્યું અને તેમણે ‘જય હિંદ’ના નારા સાથે તેનો અંત કર્યો.

Budget 2024 Announcements : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં ‘ફાઇનાન્સ બિલ, 2024’ રજૂ કર્યું છે. જો કે મિની બજેટથી દેશવાસીઓને મોટી રાહતની અપેક્ષા હતી. પરંતુ વચગાળાના બજેટની પરંપરા મુજબ કેન્દ્ર સરકારે આવી કોઈ મોટી જાહેરાત કરી નથી. સામાન્ય કરદાતાઓને કોઈ રાહત મળી નથી. સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણામંત્રીએ સંસદના સંયુક્ત ગૃહમાં 57 મિનિટનું વચગાળાનું બજેટ ભાષણ આપ્યું હતું. જેમાં મોદી સરકારના 10 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવવામાં આવી હતી. નાણામંત્રીએ બજેટ ભાષણ સવારે 11:01 વાગ્યે શરૂ કર્યું હતું અને 57 મિનિટ પછી 11:58 વાગ્યે સમાપ્ત થયું હતું.

વચગાળાના બજેટની પરંપરા શરૂ રાખવામાં આવી

બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, અમે વચગાળાના બજેટની પરંપરા ચાલુ રાખી છે. વાસ્તવમાં, સામાન્ય ચૂંટણી માત્ર થોડા મહિનાઓ પર છે. આવી સ્થિતિમાં, સામાન્ય રીતે વચગાળાના બજેટમાં કોઈ મોટી નીતિગત જાહેરાતો હોતી નથી. લોકપ્રિય વચનો આપવામાં આવતા નથી. જો કે અર્થવ્યવસ્થા સામે આવી રહેલી સમસ્યાઓનો સામનો કરવા માટે સરકાર જરૂરી પગલાં લઈ શકે છે. આ જ કારણ છે કે સરકાર કોઈપણ પ્રકારની જાહેરાત કરવાથી બચી રહી છે. જોકે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો છે. બજેટમાં કોને શું મળ્યું, તમારા હિસ્સામાં શું મળ્યું? વાંચો 20 મોટી વાતો…

ADVERTISEMENT

1. અમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘરોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છીએ. આગામી પાંચ વર્ષમાં વધુ બે કરોડ મકાનો બાંધવામાં આવશે. આ ઉપરાંત, તે ભાડાના મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પાત્ર મધ્યમ વર્ગના લોકોને પોતાનું મકાન ખરીદવા અને બાંધવામાં મદદ કરવા માટે એક યોજના લાવશે.
2. રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને, એક કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે. પરિવારોને દર વર્ષે 15 થી 18 હજાર રૂપિયાની બચત થશે. ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ સરળ બનશે.
3. લાયક ડૉક્ટર બનવું એ ઘણા યુવાનોની મહત્વાકાંક્ષા છે. આવી સ્થિતિમાં વધુ મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.
4. સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે, 9 થી 14 વર્ષની વયની છોકરીઓના રસીકરણ પર ભાર મૂકવામાં આવશે.
5. આયુમાન ભારત યોજના હેઠળ, તમામ આશા વર્કર, આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આરોગ્ય સંભાળમાં સામેલ કરવામાં આવશે. આંગણવાડી અને પોષણ યોજનાઓને ઝડપી બનાવવામાં આવશે. નવા U-Win પ્લેટફોર્મ અને મિશન ઇન્દ્રધનુષ પર કામ સમગ્ર દેશમાં ઝડપથી કરવામાં આવશે.
6. નેનો યુરિયા સફળતાપૂર્વક અપનાવવામાં આવ્યું છે. જે પછી નેનો ડીએપીનો ઉપયોગ તમામ એગ્રો-ક્લાઇમેટ ઝોનમાં વિવિધ પાકો પર કરવામાં આવશે.
7. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. પરંતુ ડેરી પ્રાણીઓની દૂધ ઉત્પાદકતા ઓછી છે. ડેરી ખેડૂતોને મદદ કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. પગ અને મોઢાના રોગને નિયંત્રણમાં લેવા માટે પહેલ કરવામાં આવી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT