Budget 2024: નિર્મલા સીતારમણની દરેક સાડી પાછળ છુપાયેલું છે રહસ્ય! જાણો 2019થી 2024 સુધીનો સંદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ કર્યું રજૂ
  • સતત છઠ્ઠીવાર નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ
  • દરેક બજેટમાં અલગ-અલગ રંગની સાડીમાં જોવા મળ્યા નાણામંત્રી

Budget 2024 Nirmala Sitharaman Saree Color: આજે એટલે કે 1લી ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ 2024 રજૂ કરવામાં આવ્યું છે. નવી સરકાર બને ત્યાં સુધી આ બજેટ યથાવત રહેશે. આજે નિર્મલા સીતારમણે છઠ્ઠીવાર બજેટ રજૂ કર્યું છે. તેઓે 2019થી 2024 સુધીના દરેક બજેટમાં અલગ-અલગ રંગની સાડીમાં જોવા મળ્યા.

નિર્મલા સીતારમણે સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું

નિર્મલા સીતારમણ દ્વારા સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વખતે તેઓ બ્લુ કલરની સાડીમાં જોવા મળ્યા હતા. જ્યારે આ પહેલા તેઓ લાલ, પીળી અને ગુલાબી રંગની સાડીમાં જોવા મળ્યા હતા. કહેવાય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડીના રંગમાં કંઈકને કંઈક સંદેશ છુપાયેલો હોય છે. ચાલો જાણીએ કે 2019થી લઈને 2024 સુધીના બજેટમાં નિર્મલા સીતારમણ કયા રંગની સાડીમાં જોવા મળ્યા અને તે સાડીના રંગથી શું સંદેશ મળ્યો?

Budget 2024: બ્લુ કલરની સાડી

નવી સરકાર બન્યા સુધી વચગાળાનું બજેટ 2024 યથાવત રહેશે. આ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આજે તેઓ બ્લુ કલરની સાડીમાં જોવા મળ્યા. બ્લુ રંગ આંતરિક શક્તિનું પ્રતીક છે.

ADVERTISEMENT

Budget 2023: લાલ-કાળા રંગની સાડી

કેન્દ્રીય બજેટ 2023માં નાણામંત્રી સીતારમણે ઘેરા લાલ અને કાળા રંગની સાડી પહેરી હતી. બંને રંગોના મિશ્રણને બહાદુરી અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.

Budget 2022: બ્રાઉન રંગની સાડી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2022માં બ્રાઉન કલરની સાડી પહેરી હતી. આ રંગને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે.

ADVERTISEMENT

Budget 2021: લાલ રંગની સાડી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2021 દરમિયાન લાલ રંગની સાડી પહેરી હતી. લાલ રંગ શક્તિ અને સંકલ્પનું પ્રતીક છે.

ADVERTISEMENT

Budget 2020: પીળા રંગની સાડી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2020 દરમિયાન પીળા રંગની સાડી પહેરી હતી. તેને ઉત્સાહ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.

Budget 2019: ડાર્ક પિંક કલરની સાડી

વર્ષ 2019માં નિર્મલા સીતારમણે પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે ડાર્ક પિંક કલરની સાડી પહેરી હતી, જેને ગંભીરતા અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT