બૌદ્ધ ધર્મગુરૂ દલાઇ લામાએ બાળકને લિપ કીસ કરીને કહ્યું મારી જીભ ચુસ, વિવાદ થયા બાદ માફી માંગી

ADVERTISEMENT

Dalai lama kiss chield
Dalai lama kiss chield
social share
google news

ધર્મશાલા : તિબેટના આધ્યાત્મિક ધર્મગુરૂ દલાઇ લામા એક વિવાદમાં ઘેરાઇ ચુક્યાં છે. આ મુદ્દે તેમની ખુબ જ ટિકા પણ થઇ રહી છે. આ અંગે લોકો તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બીજી તરફ વિવાદ વધતો જોઇને આધ્યાત્મિક ગુરૂએ માફી માંગી લીધી છે. લોકો તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. દલાઇ લામાએ આ અંગે ટ્વીટ કરીને માફી માંગી છે, જો કે વિવાદ હવે ખુબ જ વકરી ચુક્યો છે.

બાળકને લિપકિસ કરવાનો વીડિયો વાયરલ
સુત્રો અનુસાર સોશિયલ મીડિયા પર દલાઇ લામાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દલાઇ લામા એક બાળકને લિપ કીસ કરતા કરતા જોઇ શકાય છે. વીડિયોમાં સાંભળી પણ શકાય છે કે, દલાઇ લામા બાળકને કિસ કરવાની સાથે સાથે પોતાની જીભ ચુસવા માટે પણ કહે છે. જેના માટે દલાઇ લામા પોતાની જિભ બહાર પણ કાઢે છે. વીડિયો તે સમયનો છે જ્યારે દલાઇ લામા ચંડીગઢમાં એક બૌદ્ધ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

યુઝર્સે દલાઇ લામાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું
દલાઇ લામાના વીડિયો અંગે સોશિયલ મીડિયા પર તીખી કોમેન્ટો કરી હતી. એક યુઝરે કોમેન્ટ કરી કે આ ખુબ જ અશોભનીય છે. કોઇને પણ દલાઇ લામાના આ વ્યવહારને યોગ્ય ઠેરવવો ન જોઇએ. એક અન્ય યુઝરે તીખી પ્રતિક્રિયા આપતા દલાઇ લામાની ધરપકડ કરવા માટેની માંગ કરી છે. સાથે જ લખ્યું કે, આ બધુ હું શું જોઇ રહ્યો છું? શું આ દલાઇ લામા છે? આ ખુબ જ ધૃણીત છે.

ADVERTISEMENT

પહેલા પણ વિવાદોમાં ઘેરાઇ ચુક્યા છે દલાઇ લામા
અત્રે ઉલ્લેખનીય છે કે, દલાઇ લામા પહેલા પણ વિવાદોમાં ઘેરાઇ ચુક્યાં છે. 2019 માં મહિલાઓ અંગે ટિપ્પણી કરતા તેમણે વિવાદ પેદા કર્યો હતો. દલાઇ લામાએ કહ્યું કે, જો તેમની ઉત્તરાધિકારી એક મહિલા હશે તો તે સુંદર હોવી જોઇએ. તેમની આ ટિપ્પણીની સમગ્ર વિશ્વમાં આલોચના થઇ હતી. આ ટિપ્પણી તેમણે એક ઇન્ટરવ્યું દરમિયાન કરી હતી. જેની ટિકા સમગ્ર વિશ્વમાં થઇ હતી. આ ટિપ્પણી તેમણે એક ઇન્ટરવ્યું દરમિયાન કરી હતી. જો કે વિવાદ વધતા તેમણે તેના માટે માફી માંગવી પડી હતી. દલાઇ લામાના અધિકારિક કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આધ્યાત્મિક નેતાઓનો ઇરાદો કોઇને ઇજા પહોચાડવાનો નહોતો. તેઓ ખુબ જ દુખી છે કે તેમની વાતથી લોકોને દુખ પહોચ્યું છે. તેના માટે તેઓ માફી માંગે છે.

    follow whatsapp

    ADVERTISEMENT