બ્રિટિશ હાઈ કમિશનરની PoK યાત્રા, ભારતે આકરી ઝાટકણી કાઢી

ADVERTISEMENT

Britain high commissioner at PoK
Britain high commissioner at PoK
social share
google news

India UK Relations : ભારતના વિદેશ મંત્રાલયે પીઓકેમાં બ્રિટિશ હાઈ કમિશનરની મુલાકાત પર સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ઉપરાંત, આ કૃત્યને ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના ઉલ્લંઘન તરીકે વર્ણવવામાં આવ્યું છે.

UK High Commissioner to Pakistan Visit PoK : ભારત સરકારે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત સામે વિરોધ વ્યક્ત કર્યો છે. બ્રિટિશ હાઈ કમિશનરની આ મુલાકાતને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વાંધાજનક ગણાવી છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આ સંબંધમાં એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

ભારતની અખંડીતતાનું આ અપમાન છે જે સહી શકાય નહી

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું આ પ્રકારનું ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. વિદેશ સચિવે આ મામલે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર સમક્ષ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિદેશ સચિવના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે.

ADVERTISEMENT

Currently spending time in Karachi, Lahore and Islamabad meeting all the main political parties. Continuation of fundamental economic reform is essential. Inclusive elections on 8th February are vital for Pakistan’s future.

— Jane Marriott (@JaneMarriottUK) January 8, 2024

મીરપુર પ્રવાસની તસવીરો શેર કરી

પાકિસ્તાનમાં બ્રિટનના હાઈ કમિશનર જેન મેરિયટે 10 જાન્યુઆરીએ ‘X’ પોસ્ટ પર મીરપુરની તેમની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, “બ્રિટન અને પાકિસ્તાનના લોકો વચ્ચેના સંબંધોનું હાર્દ મીરપુર તરફથી શુભેચ્છાઓ! 70 ટકા બ્રિટિશ પાકિસ્તાનીઓ મૂળ મીરપુરના છે, તેથી આપણા બધા માટે ડાયસ્પોરાના હિત માટે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે. તમારા આતિથ્ય માટે આભાર!”

ADVERTISEMENT

ADVERTISEMENT

Salaam from Mirpur, the heart of the UK and Pakistan’s people to people ties! 70% of British Pakistani roots are from Mirpur, making our work together crucial for diaspora interests. Thank you for your hospitality! pic.twitter.com/3LyNFQan9H

— Jane Marriott (@JaneMarriottUK) January 10, 2024

પાકિસ્તાનના રાજકીય પક્ષોને પણ મળ્યા

જેન મેરિયટે અગાઉ 8 જાન્યુઆરીએ પણ એક પોસ્ટ શેર કરી હતી. તેણીએ લખ્યું હતું કે, “અત્યારે હું કરાચી, લાહોર અને ઈસ્લામાબાદમાં તમામ મહત્વપૂર્ણ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી રહી છું. મૂળભૂત આર્થિક સુધારા ચાલુ રાખવા જરૂરી છે. 8 ફેબ્રુઆરીએ યોજાનારી આગામી સામાન્ય ચૂંટણી પાકિસ્તાનના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે.

    follow whatsapp

    ADVERTISEMENT