તલાટી-ક્લાર્ક બનવું હોય તો તૈયારીઓ શરૂ કરો!.. બ્રિજેશ મેરજાએ પરીક્ષા અંગે આપ્યા સંકેતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગુજરાત રાજ્યનાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ તલાટી અને ક્લાર્કની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ જશે એવો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સમગ્ર રાજ્યનાં 8500થી વધુ તલાટીઓ પડતર માગણીના મુદ્દે અચોક્કસ સમય સુધી હડતાલ પર ઉતરી ગયા છે. આ દરમિયાન મેરજાએ ગ્રેડ પેનાં પ્રશ્નને લઈને નાણાંકિય વિભાગની મંજરી અનિવાર્ય હોવાની પણ જાણ કરી હતી.

નવી ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં આવશે- બ્રિજેશ મેરજા
આ દરમિયાન મેરજાએ તલાટી અને ક્લાર્કની ભરતી અંગે પણ દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં નવી ભરતી પ્રક્રિયાનાં બે તબક્કાની જે પરિક્ષા બાકી છે એનું આયોજન થઈ શકે છે.

તલાટી મંત્રીઓના પ્રશ્નોનું હકારાત્મક સમાધાન આવી શકે- બ્રિજેશ
બ્રિજેશ મેરજાએ વધુમાં રાજકોટની સભામાં જણાવ્યું કે અત્યારે તલાટીઓના જે પણ સવાલો તથા મુદ્દાઓ છે એના પર સરકાર વિચાર કરી રહી છે. તથા દરેકના નિરાકરણ માટે સરકાર હકારાત્મક પણ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT