વરરાજાને વરમાળા પહેરાવી દુલ્હન ગાયબ, સવારે લગ્નના કપડામાં જ લટકતી હાલતમાં મળી આવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : કુશીનગરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દુલ્હનનું શબ ઝાડ પરથી લટકતી હાલતમાં તેનું શબ મળી આવતા ચકચાર મચી ગઇ છે. વરરાજાને વરમાળા પહેરાવ્યા બાદ ઘરમાંથી ગાયબ થઇ ગઇ હતી. ઘરના લોકો તેની શોધખોળ કરી રહ્યા હતા. સોમવારે સવારે ગામની બહાર લહેંગામાં જ તેનું શબ ઝાડ પરથી લગભગ 15 ફુટ ઉંચેથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

લેંઘાની ચુંદડીનો ફંદા સાથે લટકતી મળી આવી
લહેંગાની ચૂંદડીનો ફંદો બનાવીને નવપરણીત યુવતીને ઝાડને લટકાવી દીધી હતી. પોલીસે હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ આદરી છે. શબને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. જો કે આ ઘટના અંગે હજી સુધી કંઇ જ મળ્યું નથી. ઘટના ચૌરાના ખાસથાના વિસ્તારના બિનટોલા ગામની છે.

જાનૈયા મંડપમાં હતા અને યુવતી મળી નહોતી રહી
ગામના ઉદયનાથની દીકરી નીતું (19) ના રવિવારે લગ્ન હતા. સાંજે જાનૈયાઓ આવી ગયા હતા. જાનૈયાઓએ નાસ્તો કર્યો. વરઘોડો કાઢીને કન્યાના દરવાજે પહોંચ્યા. જ્યાં શરૂઆતની વિધિ પછી લગભગ 12 વાગ્યે વરમાળાનો કાર્યક્રમ થયો હતો. ત્યાર બાદ કન્યાએ વરરાજા સાથે ભોજન પણ કર્યું હતું. ત્યાર બાદ પોતાના રૂમમાં જતી રહી હતી. થોડા સમય બાદ ફેરા શરૂ થવાના હતા.

ADVERTISEMENT

નાની બહેન સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા
થોડા સમય બાદ અન્ય વિધિ શરૂ થઇ ત્યારે કન્યાને બોલાવવામાં આવી હતી. તેનો દરવાજો ખખડાવ્યો હતો. અંદર કોઇએ ખોલ્યો નહોતો. દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા તો કોઇ અંદર નહોતું. પરિવારના લોકોને લાગ્યું કે કન્યા ભાગી ગઇ છે. જો કે યુવતી ગાયબ થઇ જતા હોબાળો શરૂ થઇ ગયો હતો. હોબાળો થતા ગામના લોકો એકત્ર થઇ ગયા હતા. જાન આવીને ઉભી હતી અને કન્યા મળી નહોતી રહી.

હાલ તો સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ આદરી
જેથી બંન્ને પક્ષોએ મરજીથી કન્યાની નાની બહેન સાથે વરરાજાના લગ્ન કરાવવામાં આવ્યા હતા. વરમાળા બાદ અન્ય વિધિ કન્યાની નાની બહેન સાથે કરવામાં આવી હતી. સવારે જો કે ગામલોકોની નજર ગઇ તો યુવતી ગામના ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. લહેંગાની ચુંદડીનો ફંદો બનાવેલો હતો. તત્કાલ પરિવારને જાણ કરાઇ અને પોલીસને જાણ કરાઇ હતી. હાલ તો ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા શબને ઉતારી પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડાયું. જ્યારે ગુનો દાખલ કરીને પોલીસે તપાસ આદરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT