BRICS Summit: PM મોદીનું જોહાન્સબર્ગ એરપોર્ટ પર ભવ્યાતિભવ્ય હિંદુ રિવાજ અનુસાર સ્વાગત

ADVERTISEMENT

PM Modi at South africa
PM Modi at South africa
social share
google news

BRICS Summit South Africa: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જ્હોન્સબર્ગમાં 15 માં બ્રિક્સ (BRICS) શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટની સાંજે સવા પાંચ વાગ્યે પહોંચ્યા હતા. અહીં તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

પીએમનું સ્વાગત હિંદુ રિવાજ અનુસાર કરવામાં આવ્યું

પીએમ મોદીના સ્વાગતમાં એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન મોદીએ લોકોનું અભિવાદન કર્યું અને હાથ પણ મિલાવ્યો હતો. પીએમ મોદીએ દક્ષિણ આફ્રીકા રવાના થતા પહેલા વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ સમ્મેલન સભ્ય દેશોને ભવિષ્યના સહયોગના ક્ષેત્રોની ઓળખ કરવા અને સંસ્થાગત વિકાસ માટે ઉપયોગી અવસર પ્રદાન કરશે. બ્રિક્સન સમુહમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, બ્રાજીલ અને દક્ષિણ આફ્રિકા છે. વર્ષ 2019 બાદ બ્રિક્સ નેતાઓનું પહેલીવાર સામસામે છે.

પીએમ મોદીનો શું કાર્યક્રમ રહેશે

પીએમ મોદીએ પોતાના પ્રથમ ટ્વીટમાં લખ્યું કે, હું બ્રિક્સ આફ્રીકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. બ્રિક્સ શિખર સમ્મેલન ગ્લોબલ સાઉથ માટે ચિંતાનો મુદ્દો બનેલા અલગ અલગ મુદાદાઓ અને વિકાસ સહિતના અન્ય ક્ષેત્રો પર ચર્ચા કરવા માટે મંચ પ્રદાન કરશે.

ADVERTISEMENT

પીએમએ કહ્યું કે હું વાતચીત કરવા માટે ઉત્સુક

મોદીએ કહ્યું કે, તેઓ અનેક અતિથિ દેશોની સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છે, જેમને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રીત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હું જોહનિસબર્ગમાં હાજર કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરવા અંગે પણ ઉત્સુક છું.

શું પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે ચર્ચા થશે?

પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ વચ્ચે બ્રિક્સ મંત્રણા ઉપરાંત કોઇ ચર્ચા થશે? આ સવાલ અંગે વિદેશ સચિવ ક્વાત્રાએ સોમવારે કહ્યું કે, પીએમ મોદી દ્વિપક્ષીય બેઠકોને હાલ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

શું રહેશે એજન્ડા?

બ્રિક્સના વિસ્તાર અંગે ક્વાત્રાએ કહ્યુ કે, જ્યારે બ્રિક્સ વિસ્તારની વાત આવે છે તો અમારો ઇરાદો હંમેશા સકારાત્મક રહે છે. બ્રિક્સનો વિસ્તાર શિખર બેઠકનો એક મહત્વપુર્ણ એજન્ડા છે. આશરે 23 દેશોના સમુહના સભ્યપદ માટે અરજી કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT