Brics Summit 2023: PM મોદીએ વિદેશની ધરતી પર તિરંગાનું અપમાન થતા અટકાવ્યું, સ્ટેજ પર રાષ્ટ્રધ્વજ જોતા જુઓ જ શું કર્યું?
Brics Summit 2023: PM મોદી હાલમાં Brics સમિટમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકામાં છે. અહીં સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ વિદેશની ધરતી પર તિરંગાનું અપમાન…
ADVERTISEMENT
Brics Summit 2023: PM મોદી હાલમાં Brics સમિટમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકામાં છે. અહીં સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ વિદેશની ધરતી પર તિરંગાનું અપમાન થતા અટકાવ્યું હતું. હકીકતમાં સમિટમાં એક કાર્યક્રમમાં સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ રામાફોસા અને PM મોદી સ્ટેજ પર પહોંચે છે, અહીં ઊભા રહેવાની જગ્યાએ બંને દેશોના રાષ્ટ્રધ્વજ નીચે મૂકેલા હોય છે. સ્ટેજ પર આવતા જ PM મોદીની નજર તિરંગા પર પડે છે અને તરત જ તેઓ રાષ્ટ્રધ્વજને લઈને ખિસ્સામાં મૂકી દે છે. PM મોદીને આમ કરતા જોઈને સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ પણ પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ લઈને ખિસ્સામાં મૂકી દે છે.
BRICS Summit: PM મોદીએ વિદેશમાં જાળવ્યું તિરંગાનું માન, સ્ટેજ રાષ્ટ્રીય ધ્વજ નીચે પડેલો જોતા જ ખિસ્સામાં મૂકી દીધો#Brics #PMModiInSouthAfrica pic.twitter.com/FaTQ6ySoH3
— Gujarat Tak (@GujaratTak) August 23, 2023
જોહાનિસબર્ગમાં PMએ BRICS બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ છતાં ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. ટૂંક સમયમાં ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. આવનારા વર્ષોમાં ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે તેમાં કોઈ શંકા નથી. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પરિવર્તનશીલ ભૂમિકા ભજવી રહ્યું છે, આ સફળતાનો શ્રેય સંસ્થાકીય બોજ ઘટાડવા અને વ્યવસાય કરવાની સરળતા સાથે પ્રતિકૂળતાને આર્થિક પુનઃપ્રાપ્તિની તકમાં રૂપાંતરિત કરવાની દેશની ક્ષમતાને આભારી છે.
ADVERTISEMENT
‘અમે રેડ ટેપ હટાવીને રેડ કાર્પેટ પાથરી રહ્યા છીએ’
પીએમ મોદીએ કહ્યું કે ભારત ‘રેડ ટેપ’ નોકરશાહીથી ‘રેડ કાર્પેટ’ પર આવી ગયું છે જ્યાં ઉદ્યોગોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મિશન મોડમાં જે સુધારાઓ હાથ ધર્યા છે તેના પરિણામે ભારતમાં બિઝનેસ કરવાની સરળતામાં સતત સુધારો થયો છે. અમે અનુપાલનનો બોજ ઘટાડી દીધો છે, અમે લાલ ટેપને રેડ કાર્પેટમાં ફેરવી રહ્યા છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT