BREAKING: રાજુ શ્રીવાસ્તવ 15 દિવસ પછી ભાનમાં આવ્યા, તબિયતમાં સુધારો આવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ભારતના દિગ્ગજ કોમેડી સ્ટાર એવા રાજૂ શ્રીવાસ્તવને 15 દિવસ પછી હોસ્પિટલમાં ભાન આવ્યું છે. અત્યારે મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. નોંધનીય છે કે `15 દિવસ સુધી AIIMSમાં દાખલ તેની પળ પળની મોનિટરિંગ ચાલી રહી છે. દરેકને આશા હતી કે રાજૂ જલદીથી સાજો થઈ જશે. અત્યારે દેશભરમાં તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

રાજૂને ભાન આવ્યો
રાજૂ શ્રીવાસ્તવના PRO અને એડવાઈઝર અજીત સક્સેના કોમેડિયનના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે રાજૂ શ્રીવાસ્તવને સવારે 8.10 વાગ્યે ભાન આવ્યું હતું. રાજૂ ભાનમાં આવતા પરિવારમાં ખુશીનું મોજુ પ્રસરી ગયું હતું.

જાણો સમગ્ર ઘટનાક્રમ…
રાજૂ શ્રીવાસ્તવ હોટલના જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને અચાનક ગભરામણ થવા લાગી અને તબિયત બગડી ગઈ હતી. તેવામાં એક્સરસાઈઝ દરમિયાન રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જેના પરિણામે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

રાજુ શ્રીવાસ્તવનાં PR ઓફિસર અજીત સક્સેનાએ જણાવ્યું છે કે કેટલાક દિગ્ગજ નેતાઓને મળવા માટે રાજુ શ્રીવાસ્તવ દિલ્હી રોકાયા હતા. તેવામાં સવારે જીમમાં વર્કઆઉટ કરતા સમયે તેમને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT