Rahul Gandhiનું 137 દિવસ બાદ સંસદમાં કમબેક, INDIA ગઠબંધનના સાંસદોએ કર્યું સ્વાગત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi) સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા આ અંગેની સૂચના પણ બહાર પાડવામાં આવી છે. આ સાથે જ રાહુલ ગાંધી 137 દિવસ બાદ સંસદમાં પરત ફર્યા છે. સંસદમાં આવતા જ સૌથી પહેલા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા અને દોષિત ઠરાવને રદ કરી દીધો છે. આ સાથે તેમનું સાંસદ પદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. રાહુલે 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીતી હતી.

ADVERTISEMENT

મોદી સરનેમ માનહાનિ કેસમાં 23 માર્ચે રાહુલને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી. SCએ 134 દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી હતી.

ADVERTISEMENT

રાહુલે 2019માં નિવેદન આપ્યું હતું

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે?” બીજેપી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલના આ નિવેદનને લઈને તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં, બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

ADVERTISEMENT

રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી હતી.

રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું

કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. વાસ્તવમાં, લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT