BREAKING: LPG સિલિન્ડર રૂ.200 સુધી સસ્તો થઈ શકે, મોંઘવારીથી મોટી રાહત આપવાની તૈયારીમાં સરકાર
LPG Cylinder Price: મોંઘવારીથી પરેશાન લોકોને કેન્દ્ર સરકાર મોટી રાહત આપી શકે છે. રિપોર્ટ્સ છે કે સરકાર ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર (LPG Price)માં 200 રૂપિયા…
ADVERTISEMENT
LPG Cylinder Price: મોંઘવારીથી પરેશાન લોકોને કેન્દ્ર સરકાર મોટી રાહત આપી શકે છે. રિપોર્ટ્સ છે કે સરકાર ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર (LPG Price)માં 200 રૂપિયા સુધીનો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરી શકે છે. પહેલી ઓગસ્ટના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.
LPG ના વર્તમાન ભાવ
ઓગસ્ટની પહેલી તારીખે રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી. તે જ સમયે, એલપીજી સિલિન્ડરની કિંમત મુંબઈમાં 1102.50 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા હતી. પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. જો 200 રૂપિયાનો ઘટાડો થાય છે, તો રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા થઈ જશે.
છેલ્લે માર્ચ 2023માં LPG સિલિન્ડરના ભાવ વધ્યા
તમને જણાવી દઈએ કે 1 માર્ચ 2023ના રોજ સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કર્યો હતો. 1 માર્ચ 2023ના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ 14 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરીને સામાન્ય લોકોને આંચકો આપ્યો હતો. ત્યારથી દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT