BREAKING: ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનમાં RPF જવાનનું ફાયરિંગ, પોલીસકર્મી સહિત 4 લોકોના મોત
Train Firing: મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર આવી રહ્યા છે. જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી.…
ADVERTISEMENT
Train Firing: મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર આવી રહ્યા છે. જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. મૃતકોમાં RPF ASI સહિત 3 મુસાફરો છે. આરપીએફના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી છે. ફાયરિંગની આ ઘટના વાપીથી બોરીવલી મીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી. GRP મુંબઈના જવાનોએ ગઈકાલે મીરા રોડ બોરીવલી વચ્ચે કોન્સ્ટેબલને કસ્ટડીમાં લીધો હતો. ચારેય મૃતદેહોને હાલમાં બોરીવલી રેલવે સ્ટેશને રખાયા છે અને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ આવી રહી હતી. ફાયરિંગની આ ઘટના કેવી રીતે અને શા માટે બની? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ગોળીબાર સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ થયો હતો. હાલમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર આવી ગઈ છે. ફાયરિંગની આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ઘટનામાં એક પોલીસકર્મીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અટકાયત કરાયેલ પોલીસકર્મી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ છે. આ કેસમાં ચેતન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
#UPDATE | Four casualties, including the ASI have been reported in the firing incident inside the Jaipur Express train (12956). The accused has been arrested. DCP North GRP has been informed: Railway Protection
Force— ANI (@ANI) July 31, 2023
પોલીસ મુસાફરોની પણ પૂછપરછ કરી રહી છે
આરોપીનો ઈરાદો શું હતો અને તેણે આ ગોળી શા માટે ચલાવી તે જાણી શકાયું નથી. સદનસીબે, આ ગોળીબારમાં વધુ મુસાફરોને ઈજા થઈ નથી. ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થતાં જ ટ્રેનમાં દોડધામ મચી ગઈ હતી. હાલ પોલીસ ટ્રેનના મુસાફરોના નિવેદન પણ નોંધી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
રેલવેએ શું નિવેદન આપ્યું?
પશ્ચિમ રેલ્વેએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી, એક RPF કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો. તેણે RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી અને દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી કૂદી પડ્યો. આરોપી કોન્સ્ટેબલને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT