Breaking News: કેદારનાથમાં મોટી દુર્ઘટના, પહાડ પરથી પથ્થરો ધસી પડતા 3 યાત્રાળુઓના મોત
Chardham Yatra 2024 : ગૌરીકુંડ-કેદારનાથ માર્ગ પર આજે (રવિવારે) સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચિરબાસા નજીક પહાડ પરથી અચાનક જ મોટી માત્રામાં પથ્થરો નીચે પડ્યા હતા.
ADVERTISEMENT
Chardham Yatra 2024 : ગૌરીકુંડ-કેદારનાથ માર્ગ પર આજે (રવિવારે) સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચિરબાસા નજીક પહાડ પરથી અચાનક જ મોટી માત્રામાં પથ્થરો નીચે પડ્યા હતા. આ દરમિયાન પગપાળા યાત્રા પર જઈ રહેલા યાત્રાળુઓ પથ્થરોની નીચે દટાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ત્રણ યાત્રાળુઓના મૃત્યુ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના સવારે 7.30 વાગ્યે બની હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહાડ પરથી પડેલા પથ્થર નીચે દટાઈ જતાં ત્રણ યાત્રાળુઓના મોત નિપજ્યાં છે. આ સિવાય અન્ય બે યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
સવારે સર્જાઈ દુર્ઘટના
આ અંગે એક અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે આ અંગેની જાણ થતાં જ NDRF, DDRF, YMF અને પ્રશાસનની ટીમો સહિત યાત્રાના રૂટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી 3 મુસાફરોને બહાર કાઢ્યા છે, જેમના મોત થયા છે. જ્યારે 2 ઈજાગ્રસ્ત મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં રાહત અને બચાવ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT