ધ્રૂજાવી દેનારો Video : 60 સેકન્ડમાં 62 લોકોના મોત, અચાનક પ્લેન ઘર પર પડ્યું

ADVERTISEMENT

brazil plan crash
બ્રાઝિલ પ્લેન ક્રેશ
social share
google news

Brazil Plane Crash Video: 60 સેકન્ડ... 17 હજાર ફૂટની ઉંચાઈ અને પ્લેન ક્રેશ અને 62 લોકોના મોત. આ સમાચાર મળતા જ આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો. પ્લેન અકસ્માતની તપાસ કરીએ તો અકસ્માતનો ભોગ બનેલી ફ્લાઈટ બ્રાઝિલના આકાશમાં ખૂબ જ ઉંચી ઉડી રહી હતી, પરંતુ પ્લેન આગળ વધી રહ્યું ન હતું. વોઈપાસ એરલાઈન્સના આ પ્લેનમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. અચાનક વિમાન ગોળ-ગોળ ફરે છે અને રમકડાની જેમ નીચે પડી જાય છે. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 62 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દુર્ઘટના બાદ 62 લોકોના પરિવારજનોમાં અફરા-તફરીનો માહોલ છે. આ અકસ્માતનો વિડિયો જેણે પણ જોયો તેઓ હચમચી ગયા.

તમે પણ જુઓ વિડિયો


વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન હવામાં ગુંલાટ મારી રહ્યું છે અને સીધું જમીન તરફ આવી રહ્યું છે. એક...બે...ત્રણ...ચાર...અને પાંચ વાર પલટી માર્યા બાદ પ્લેન સીધું જમીન પર પડે છે. અને તે પછી, ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે, જેના પછી કોઈને દુર્ઘટનાનો થોડો ખ્યાલ આવે છે. દુર્ઘટના બાદની તસવીરોમાં જોઈ શકાય છે કે પ્લેન સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું છે. અકસ્માત બાદ આગ અને વિસ્ફોટના કારણે મૃતદેહો અહીં-ત્યાં વિખરાયેલા પડ્યા હતા.

ટ્રેકિંગ ડેટા અનુસાર, ક્રેશ થયાના માત્ર 90 સેકન્ડ બાદ તેણે ઊંચાઈ પર જવાનું છોડી દીધું હતું. પ્લેન 17 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું, જે માત્ર 60 સેકન્ડ એટલે કે એક મિનિટમાં જ જમીન સાથે અથડાયું અને જોરદાર આગ ફાટી નીકળી. બ્રાઝિલના સમય અનુસાર, બપોરે 1:30 વાગ્યે પ્લેનનું સિગ્નલ ગાયબ થઈ ગયું હતું. બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના વિન્હેદો શહેરમાં જ્યારે પ્લેન જમીન પર પડ્યું ત્યારે અનેક મકાનોને પણ નુકસાન થયું હતું. અકસ્માત સમયે એક વ્યક્તિએ અકસ્માતની તસવીરો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હાલ વાયરલ થઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT