હરિયાણાના નૂંહમાં મુસલમાનોનો બહિષ્કાર, સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
નવી દિલ્હી : હરિયાણાના નૂંહમાં થયેલી ભીષણ હિંસા બાદ ગુરૂગ્રામ, નોએડા, ફરીદાબાદ અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં પણ તણાવ દેખાયો છે. આ દરમિયાન અનેક સ્થળો પર…
ADVERTISEMENT
નવી દિલ્હી : હરિયાણાના નૂંહમાં થયેલી ભીષણ હિંસા બાદ ગુરૂગ્રામ, નોએડા, ફરીદાબાદ અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં પણ તણાવ દેખાયો છે. આ દરમિયાન અનેક સ્થળો પર મુસ્લિમોને આર્થિક અને સામાજિક બહિષ્કારની જાહેરાત પણ પોસ્ટરો અને ભાષણ દ્વારા કરવામાં આવ્યા. જે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દખલની અપીલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું કે, નૂંહમાં હિંસા બાદ અનેક સમુહોએ મુસ્લિમોના સામાજિક અને આર્થિક બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે. વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડની બેંચની સમક્ષ આ અરજી દાખલ કરી છે.
કપિલ સિબ્બલે આ અરજીમાં કહ્યું કે, ગુરૂગ્રામમાં જે તઇ રહ્યું છે, તે ખુબ જ ગંભીર મામલો છે. અહીં પોલીસવાળાની હાજરીમાં લોકોને ચેતવણી આપવામાં આવી કે, જો મુસ્લિમો પોતાની દુકાનમાં નોકરી પર રાખશે તો ગદ્દાર કહેવાશે. અમે આ અર્જન્ટ અરજી દાખલ કરી છે. કૃપા કરીને લંચ સમય દરમિયાન તેના પર ધ્યાન આપો. શાહીન અબ્દુલ્લાની તરફથી દાખલ અરજી પર પક્ષ મુકતા કપિલ સિબ્બલે કહ્યું કે, નૂંહ હિંસા બાદ અનેક રાજ્યોમાં એવા કાર્યક્રમ થયા છે, જેમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી છે. તે વિવાદાસ્પદ છે અને તેમાં તમારે દખલ કરવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત અઠવાડીયે જ સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં વિશ્વહિંદુ પરિષદના આયોજન અંગે સુનાવણી કરતા કહ્યું હતું કે, હેટ સ્પીચ ન આપવામાં આવે. આ ઉપરાંત તંત્રએ કહ્યું કે, તેઓ વીડિયો રેકોર્ડિંગ કરો જેથી કોઇ પણ પ્રકારના અપ્રિય ભાષણો અંગે પુરતી માહિતી રહે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં સોશિયલ મીડિયા પર વાયરલ 2 ઓગસ્ટના એક વીડિયોનો પણ હવાલો ટાંકવામાં આવ્યો છે. આ વીડિયો હિસ્સારનો હોવાનું જણાવાઇ રહ્યું છે.
ADVERTISEMENT
વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, જો તમે દુકાનદાર અને સ્થાનીક નિવાસી મુસ્લિમોને કામ પર રાખશે તો તેનો બોયકોટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પોલીસની હાજરીમાં લઘુમતી વિરુદ્ધ આ પ્રકારની ધમકી અને ભાષણ આપવામાં આવ્યા હતા. આ પ્રકારના જ પોસ્ટર ગત્ત દિવસોમાં ગાઝીયાબાદના નંદગ્રામ વિસ્તારમાં પણ જોવા મળ્યા તા. જેમાં મુસ્લિમોના બહિષ્કારની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 6 ઓગસ્ટે પંજાબના ફાજિલ્કામાં બજરંગ દળના એક નેતા પર આરોપ લગાવ્યો કે તેમણે નસીર અને જુનૈદની હત્યાને યોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT