વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર કાઢવા માટેનું આયોજન
Bigest Education News : ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા અંગેના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ…
ADVERTISEMENT
Bigest Education News : ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા અંગેના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું ભારણ ધટાડવા માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે, વર્ષમાં બે વખન 10 અને 12 બોર્ડની પરીક્ષા બે વખત લેવામાં આવશે. જો કે બંન્નેમાં ભાગ લેવો જરૂરી નથી. આ સંપુર્ણ વૈકલ્પિક વ્યવસ્થા હશે અને વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો હાઉ ઘટાડવા માટેનું આ એક આયોજન છે.
CABE પણ ફરી તૈયાર કરવી જરૂરી
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, સેન્ટ્રલ એડ્વાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશની પુન: રચના કરવી ખુબ જ જરૂરી છે. તે માટે તેની પુનર્ગઠન કરવું ખુબ જ જરૂરી છે. તેનું વર્ઝન ખુબ જ વ્યાપક છે અને આજની શિક્ષણ પ્રણાલીની માંગો અલગ છે. તેવા સમયે આપણે NEP ની સાથે એક આદર્શન પરિવર્તન કરવા જઇ રહ્યા છીએ. ત્યારે CABE એ પણ ફરીથી તૈયાર કરવાની જરૂર છે.
ADVERTISEMENT
VIDEO | "Appearing for class 10, 12 board exams twice a year will not be mandatory for students. It will be completely optional and the main objective is to reduce their stress caused by the fear of single opportunity," says Education Minister Dharmendra Pradhan in an exclusive… pic.twitter.com/dgN9dJqtZt
— Press Trust of India (@PTI_News) October 8, 2023
આપણે મશીન નહી વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છીએ
કેટલાક રાજ્યો દ્વારા NEP ના અમલીકરણ પર ઉઠાવાયેલા વાંધાઓ રાજકીય છે, શૈક્ષણીક નથી. હું હજી પણ સમજી શક્યો નથી કે કઇ બાબત પર સવાલ છે. પશ્ચિં બંગાળનો વૈકલ્પિક દસ્તાવેજ 99 ટકા NEP સમાન છે. કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યા અંગેપણ તેમણે વાત કરતા જણાવ્યું કે, કોઇ પણ શિક્ષણ કે કારકિર્દીનો વિકલ્પ જીવન ન હોઇ શકે. વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રાખવાની સૌથી મોટી જવાબદારી વાલીની છે. આ ઉપરાંત શિક્ષકોએ પણ ધ્યાન રાખવું છે કે આપણે કોઇ મશીન નથી બનાવી રહ્યા પરંતુ એક વિદ્યાર્થીનું જીવન ઘડતર કરી રહ્યા છીએ.
ADVERTISEMENT