અફઘાનિસ્તાનના કાબુલમાં મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટથી 20થી વધુના મોત, 40 લોકો ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કાબુલ: અફઘાનિસ્તાનના કાબુલમાં (Kabul) બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ કાબુલની મસ્જિદમાં થયો છે. જેમાં 20થી વધુ લોકોના મોતની ખબર છે. જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. કાબુલની ઈમરજન્સી હોસ્પિટલે જણાવ્યું હતું ઈજાગ્રસ્ત લોકોને ત્યાં એડમિટ કરવામાં આવ્યા છે. જેમાં પાંચ બાળકો પણ સામેલ છે.

તાલિબાને સમગ્ર વિસ્તારને સીલ કર્યો
જાણકારી મુજબ, કાબુલ શહેરના સર-એ-કોટલ ખૈરખાનામાં આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. કાબુલના સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ ખાલિદ જરદાને આ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. હાલમાં બ્લાસ્ટ થનારી જગ્યાએ સુરક્ષા ફોર્સ પહોંચી ચૂકી છે. હાલમાં સમગ્ર વિસ્તારને તાલિબાનના સિક્યોરિટી ગાર્ડ્સે સીલ કરી દીધો છે. હાલમાં બ્લાસ્ટની આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે પહોંચાડવામાં આવી રહ્યા છે.

હુમલાની જવાબદારી કોઈ સંગઠને નથી લીધી
હાલમાં કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ પાછલા કેટલાક મહિનામાં આ પ્રકારના ઘણા હુમલા થયા છે, જેમાં મસ્જિદને જ ટાર્ગેટ બનાવવામાં આવી છે. પરંતુ આ હુમલામાં એક નવી વાત એ હતી કે, અત્યાર સુધી શિયા મસ્જિદોને આતંકી સંગઠન IS દ્વારા નિશાન બનાવવામાં આવી રહી હતી, પરંતુ આજે જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે, જ્યાં શિયા વસ્તી નથી રહેતી.

ADVERTISEMENT

તાલિબાનના શાસનને હાલમાં 1 વર્ષ પૂર્ણ થયું
કાબુલમાં હાલ તાલિબાનની સરકાર છે. થોડા દિવસો પહેલા જ તાલિબાનની સરકારને 1 વર્ષ પૂર્ણ થયું છે. અશરફ ગનીની સરકારને સત્તાથી હટાવીને તાલિબાને ત્યાં કબ્જો કર્યો હતો. કાબુલમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં બોમ્બ બ્લાસ્ટની ઘણી ઘટનાઓ બની છે. હાલમાં જ કાબુલની એક મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 8 લોકોના મોત થયા હતા. આ પહેલા અફઘાનિસ્તાનના ગુરુદ્વારાને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT