દિલ્હીમાં NDA ની મીટિંગ થકી BJP નું શક્તિ પ્રદર્શન, બેઠકમાં તમામ 38 દળો હાજર
NDA Meeting Delhi Live: નવી દિલ્હીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની બેઠક ચાલી રહી છે. આ મીટિંગમાં 38 પાર્ટિઓ હિસ્સા લઇ રહી છે. એનડીએની બેઠકમાં એનડીએના 25…
ADVERTISEMENT
NDA Meeting Delhi Live: નવી દિલ્હીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની બેઠક ચાલી રહી છે. આ મીટિંગમાં 38 પાર્ટિઓ હિસ્સા લઇ રહી છે. એનડીએની બેઠકમાં એનડીએના 25 વર્ષ પુર્ણ થવા પ્રસંગે પ્રસ્તાવ પાસ થશે. આ બેઠક દિલ્હીના અશોકા હોટલમાં ચાલી રહી છે. જેમાં પીએમ મોદી પોતે પણ હાજર રહ્યા હતા.
એનડીએની મીટિંગ પહેલા પીએમ મોદીએ નેતાઓ સાથે મુલાકાત કરી. આ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને એનસીપી નેતા પ્રફુલ પટેલ (અજિત જુથ), મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, પૂર્વ સીએમ જીતન રામ માંઝી, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર છે.
રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના નેતાઓની બેઠકમાં દિલ્હીમાં શરૂ થઇ ચુકી છે. પીએમ મોદી પણ આ બેઠકમાં હાજર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના INDIA સામે પણ ભાજપનું આ શક્તિપ્રદર્શન છે. એનડીએના તમામ 38 દળો એકત્ર થયા છે. જે કોંગ્રેસના INDIA ગઠબંધનના 26 દળોની સામે શક્તિપ્રદર્શન છે.
ADVERTISEMENT
ADVERTISEMENT