BJP નો માસ્ટર સ્ટ્રોક, કોંગ્રેસના OBC કાર્ડ સામે ભાજપનું આદિવાસી કાર્ડ
નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારે બુધવારે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવા જઇ રહી છે. વડાપ્રધાને આ પ્રસંગે ઝારખંડમાં એક ખાસ મિશનની શરૂઆત કરશે. 24,000…
ADVERTISEMENT
નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારે બુધવારે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવા જઇ રહી છે. વડાપ્રધાને આ પ્રસંગે ઝારખંડમાં એક ખાસ મિશનની શરૂઆત કરશે. 24,000 કરોડના આ પ્રોજેક્ટને ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જુથ (PGTV) ના વિકાસ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના 15 મી નવેમ્બરે બિરસા મુંડાની જન્મજયંતી પર શરૂ કરવામાં આવશે. બિરસા મુંડાના જન્મસ્થળ ઉલીહાટુ ગામની મુલાકાત લેનારા મોદી પ્રથમ વડાપ્રધાન હશે. તેઓ ખુંટીમાં આયોજીત ત્રીજા આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે.
ભાજપે આદિવાસીઓને ખુશ કરવાના પ્રયત્નો શરૂ કર્યા
મોદી સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસીને સશક્ત કરવાનો આ ઉપરાંત 2024 ની લોકસભા ચૂંટણી પર ફોકસ કરવાનો પણ રહેશે. 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 PVTG છે. તેઓ 22,544 ગામ (220 જિલ્લા)માં રહે છે અને તેમની વસ્તી આશરે 28 લાખ છે.
આદિવાસીઓનાં ઉત્થાન ખુબ જ જરૂરી
પીએમઓ અનુસાર આદિવાસી જુથોખુબ જ રિમોટ એરિયામાં રહે છે. મિશન દ્વારા તેમને રસ્તા, વીજળી, ઘર, સ્વચ્છ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડશે. તેમના માટે શિક્ષણ, આરોગ્ય, પોષણ અને રોજગારની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ જનજાતીઓ (PVTGs) વિખરાયેલી છે. જંગલી વિસ્તારોમાં દુરના અને દુર્ગમ વિસ્તારોમાં રહે છે. આ પરિવારો અને વસાહતોને રોડ અને ટેલિકોમ્યુનિકેશન કનેક્ટિવિટી, વીજળી, સલામત આવાસ, સ્વચ્છ પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ અને ટકાઉ આજીવિકાની વધારે સારી તકો સાથે જોડવા સહિતની વિવિધ યોજનાઓમાં સમાવશે.
ADVERTISEMENT
ભાજપ આદિવાસીઓ માટેનું માસ્ટરકાર્ડ રમી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ હાલ ઓબીસી કાર્ડ રમી રહ્યું છે ત્યારે ભાજપે હવે આદિવાસી વોટબેંકને મનાવવા માટેનું માસ્ટર કાર્ડ રમ્યું છે. ઓબીસી મતો પૈકી કોંગ્રેસ તમામ મત ક્યારે પણ કબ્જે કરી શકે તેમ નથી. તેવામાં જેટલી ખોટ ઓબીસી મતમાંથી પડે તે ભાજપ આદિવાસી વોટબેંક થકી ભરવા માંગે છે. જેથી પોતાનું મતદાન સરભર થઇ શકે.
ADVERTISEMENT