BJP ના કોંગ્રેસ જેવા હાલ! DY.CM એપાર્ટી છોડી, ચોધાર આંસુએ રડી પડ્યાં ધારાસભ્ય
બેંગ્લુરૂ : કર્ણાટક ચૂંટણી મુદ્દે હવે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પાર્ટીની અંદર જ એક અલગ પ્રકારની રાજનીતિ ચાલી રહી છે. કોઇ આક્રોશમાં…
ADVERTISEMENT
બેંગ્લુરૂ : કર્ણાટક ચૂંટણી મુદ્દે હવે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પાર્ટીની અંદર જ એક અલગ પ્રકારની રાજનીતિ ચાલી રહી છે. કોઇ આક્રોશમાં છે તો કોઇ સીધે સીધા પાર્ટી બદલવાની વાત કરવા લાગ્યું છે. કોઇ રોઇ રહ્યું છે તો કોઇ ચૂંટણીના સન્યાસનો દાવ રમી ચુક્યું છે. હાલ કર્ણાટકની રાજનીતિમાં અને ભાજપમાં ધમાસાણ ચાલી રહ્યું છે, જો કે પડકારો સતત ભાજપ માટે વધી રહ્યા છે.
પહેલી યાદી બાદથી કર્ણાટક ભાજપમાં હડકંપ
મળતી માહિતી અનુસાર ભાજપે મંગળવારે કર્ણાટક ચૂંટણી માટે 189 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી બહાર પાડવામાં આવ્યા બાદ અનેક નેતાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીને પાર્ટીએ આ વખતે ટિકિટ આપી નથી. જેના કારણે તેમને પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. જ્યારે તેમને કોંગ્રેસમાં જવા મુદ્દે સવાલ પુછ્યો તો તેમણે તેમ કહીને અટકળોને હવા આપી કે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. હવે મોટી વાત એ છે કે, અથનીથી ભાજપે આ વખતે મહેશ કુમાથલીને ટિકિટ આપી છે. આ તે જ નેતા છે જેમણે 2019 માં કોંગ્રેસની સરકાર પાડીને ભાજપની સરકાર બનાવી હતી.
ઉડુપીના ધારાસભ્ય ચોધાર આંસુએ રડી પડ્યાં
આ પ્રકારે ભાજપે આ વખતે ઉડુપીના ધારાસભ્ય રહેલા રઘુપતિ ભટ્ટને પણ ટિકિટ આપવામાં નથી આવી. આ વખતે કારણ કે પાર્ટીએ તેમને અહીંથી ટિકિટ નથી આપી, તેઓ ભાવુક થઇ ગયા. તેમણે આ વાતનું વધારે દુખ છે કે, તેમને આ નિર્ણયની માહિતી ટીવી ચેનલો દ્વારા મળી. તેમણે ભારપુર્વક કહ્યું કે, જો તેમની જાતીના કારણે તેમને ટિકિટ નથી આપવામાં આવી, તેઓ તેને સ્વિકારી શકે તેમ નથી. કર્ણાટકમાં ધમાસાણ એવું છે કે, પોતાના નેતાને ટિકિટ નહી મળતા કાર્યકર્તાથી માંડીને અનેક મહત્વના પદાધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે. જેના કારણે ભાજપમાં ખળભળાટ છે.
ADVERTISEMENT
ઇશ્વરપ્પાના ચૂંટણી સન્યાસે ટેંશન વધાર્યું
અનેક પાર્ટી નેતાઓએ સામે આવીને રાજીનામા ધરી દીધા. શિવમોગામાં તો રાજીનામાની લાઇન લાગી ગઇ હતી. 19 નગર નિગમના સભ્યોએ પોતાના પદપરથી રાજીનામા ધરી દીધા છે. મેયર અને ડેપ્યુટી મેયરે પણ પદ છોડી દીધા હતા. શિવમોગા જિલ્લા અધ્યક્ષે પણ ઇશ્વરપ્પાના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. અનેક અન્ય નેતાઓ પણ રાજીનામા આપવાની વાત કરી રહ્યા છે. એટલે કે એક નેતાના કારણે પાર્ટીને ચૂંટણીમાં મોટુ નુકસાન થઇ શકે છે.
જગદીશ શેટ્ટારની નડ્ડા સાથે મુલાકાત
જગદીશ શેટ્ટારને પણ આ વખતે ભાજપે ચૂંટણી ટિકિટ આપી નથી. તેમના નામ મુદ્દે પહેલાથી જ કહેવામાં આવી રહ્યું છે કે, હાઇકમાન વધારે ઉત્સાહીત નથી. આ કારણે પહેલી યાદીમાં તેમનું નામ પણ આવ્યું. હવે જગદીશ આ વાતથી નારાજ તો છે, પરંતુ હાલ દિલ્હી જઇ તેમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે. જેપી ન્ડ્ડાએ પોતે તેમને દિલ્હી બોલાવ્યા હતા. મુલાકાત દરમિયાન જગદીશે ચૂંટણી લડવા માટેની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. હવે કેટલાક લોકોને ટિકિટ નથી મળી તેના કારણે તેઓ નારાજ છે. તો કંઇક એવું પણ છે જેમને કેટલાક ઉમેદવારોને આપવામાં આવેલી ટિકિટ જ પસંદ નથી આવી રહી. ભાજપે આ વખતે એક મહિના પહેલા જ પાર્ટીમાં જોડાયેલા IPS ભાસ્કર રાવને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે પાર્ટીની અંદરની જ અસહજ સ્થિતિ પેદા થઇ ચુકી છે.
ADVERTISEMENT
ભાજપ પુર્ણ બહુમતી સાથે આવશે તેવો દાવો
બીજી તરફ આ રાજકીય હલચલ પર સીએમ બસવરાજ બોમ્મઇએ કહ્યું કે, અમે તમામ લોકો સાથે વાત કરી રહ્યા છે. પાર્ટીએ તમામ સન્માન આપ્યું છે અને આગળ પણ આપતી રહેશે. પાર્ટી તેમના રાજકીય ભવિષ્યને પણ સુરક્ષીત રાખવા અંગે કામ કરશે. ચૂંટણી પ્રક્રિયાની વાત કરીએ તો 13 એપ્રિલથી નામાંકન પ્રક્રિયા શરૂ થઇ જશે. 20 એપ્રીલ સુધી નામાંકન કરવામાં આવશે. બીજી તરફ 10 મેના રોજ મતદાન થશે. 13 મેના રોજ જનતાનો જનાદેશ આવશે. આ વખતે ચૂંટણી મેદાનમાં આમ આદમી પાર્ટી પણ ઉતરેલી છે. પાર્ટીએ તમામ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. તેમની તરફથી ઉમેદવારોની એક યાદીબહાર પાડવામાં આવી ચુકી છે. કોંગ્રેસે પણ લિસ્ટ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT