5 રાજ્યોમાં ચૂંટણીના જંગ વચ્ચે ‘રામ મંદિરની એન્ટ્રી’, ભાજપના એક્સ અકાઉન્ટનું બદલાયું બેકગ્રાઉન્ડ પોસ્ટર
BJP X Account Poster Changed With Theme Ram Mandir: એક તરફ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે હવે ચૂંટણીના જંગની વચ્ચે રામ મંદિરની…
ADVERTISEMENT
BJP X Account Poster Changed With Theme Ram Mandir: એક તરફ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે હવે ચૂંટણીના જંગની વચ્ચે રામ મંદિરની એન્ટ્રી થઈ ચૂકી છે. કારણ કે ભાજપે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ (Official X account)નું બેકગ્રાઉન્ડ પોસ્ટર બદલી નાખ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેના એક્સ અકાઉન્ટના બેકગ્રાઉન્ડ પોસ્ટરમાં અયોધ્યા રામ મંદિરની તસવીર લગાવી છે.
ભાજપે બદલ્યું બેકગ્રાઉન્ડ પોસ્ટર
ભાજપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લાગેલા નવા બેકગ્રાઉન્ડ પોસ્ટરમાં ‘જય શ્રીરામ’ના નારાની સાથે અયોધ્યાના રામ મંદિરમાં યોજાનાર રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ ’22 જાન્યુઆરી 2024’ લખેલું છે. આ નવા બેકગ્રાઉન્ડ પોસ્ટરમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તસવીર પણ લગાવવામાં આવી છે અને સાથે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અયોધ્યામાં વૈદિક વિધિ મુખ્ય સમારોહના 7 દિવસ પહેલા એટલે કે 16 જાન્યુઆરી, 2024થી શરૂ થશે. વારાણસીના વૈદિક પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિત 22 જાન્યુઆરી, 2024ના રોજ સ્થાપન સમારોહની મુખ્ય વિધિ કરશે. જ્યોતિષીઓ અને વૈદિક પૂજારીઓ સાથે પરામર્શ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12.45 વાગ્યાની વચ્ચે રામ લલ્લાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવાનો નિર્ણય લીધો. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે.
સીએમ યોગી કરશે કાર્યક્રમની અધ્યક્ષતા
મકાન નિર્માણ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિની બેઠકો યોજાઈ ચૂકી છે, જેમાં સમારંભના ભવ્ય આયોજન અંગે સૂચનાઓ આપવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથ પોતે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT