Bharat Ratna: લાલકૃષ્ણ અડવાણીને મળશે ‘ભારત રત્ન’, PM મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી
પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળશે ‘ભારત રત્ન’ મોદીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી 2009ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી PM પદ ઉમેદવાર હતા અડવાણી Lal…
ADVERTISEMENT
- પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળશે ‘ભારત રત્ન’
- મોદીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
- 2009ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી PM પદ ઉમેદવાર હતા અડવાણી
Lal Krishna Advani: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીએ પોતે એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.
PM મોદીએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા
પીએમ મોદીએ લખ્યું કે, ‘મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે ફોન પર પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા. અમારા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંના એક, અડવાણીજીએ ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.
I am very happy to share that Shri LK Advani Ji will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour. One of the most respected statesmen of our times, his contribution to the development of India is monumental. His is a… pic.twitter.com/Ya78qjJbPK
— Narendra Modi (@narendramodi) February 3, 2024
ADVERTISEMENT
ADVERTISEMENT