જો નિર્ણય સાચો હોય તો BJP દ્વારા નોટબંધી દિવસ ઉજવવો જોઇએ: ઓવૈસી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હૈદરાબાદ : નોટબંધી મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ રાજનીતિક પક્ષો એક પછી એક સરકાર પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લીમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે ભારતીય જનતા પાર્ટીને નોટબંધી દિવસ મનાવવા માટે પડકાર ફેંક્યો છે. હૈદરાબાદના સાંસદે નોટબંધી મુદ્દે મોદી સરકારની ટીકા કરી જે કાળા નાણાના પ્રવાહ રોકવા સહિત અન્ય કારણોથી કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે, નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા પ્રભાવિત થઇ છે.

ઓવૈસીએ કહ્યું કે, નોટબંધીના કારણે સામાન્ય વર્ગને જ નુકસાન થયું
ઓવૈસીના અનુસાર નોટબંધીનો નિર્ણય ખોટો હતો કારણ કે તેના કારણે જીડીપીના વૃદ્ધીનો દર 2019-2020 માં ઘટીને ચાર ટકા થઇ ગયો હતો. જ્યારે 2016-17 માં તે 8.3 ટકા હતો. ઓવૈસીએ કહ્યું કે, અમે વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે, શું નોટબંધી દિવસ નથી મનાવતા. જો નોટબંધી સફળ હતી અને તેઓ વિચારે છે કે તેઓ સફળ હતા તો તે ભાજપને પડકાર ફેંકુ છું કે કેમ નોટબંધી દિવસ નથી મનાવતા.

નોટબંધીના પહેલા જેટલા નાણા ચલણમાં હતા તેટલા પરત આવી ગયા છે
ઓવૈસીએ કહ્યું કે, વડાપ્રધાન જાણે છે કે, નોટબંધીના કારણે મહિલાઓ, મજુરો, કારીગર, ચાલક, ઇલેક્ટ્રીશીયન અને સામાન્ય વર્ગના લોકો પ્રભાવિત થયા છે. શા માટે ભાજપ નોટબંધી દિવસ નથી મનાવતા. એક રિપોર્ટનો હવાલો ટાંકતા ઓવૈસીએ કહ્યું કે, આ નોટબંધીના નિર્ણયના કારણે 50 લાખ લોકોએ પોતાની રોજગારી ગુમાવી હતી. નોટબંધી બાદ લોકો દેવામાં દટાઇ ગયા. વડાપ્રધાન કર્મચારીઓની સંખ્યા ઘટાડી દીધી જે તેમની અક્ષમતા દેખાડે છે. ઓવૈસીએ કહ્યું કે, આજે 32.18 લાખ કરોડ રૂપિયાનું નાણું ચલણમાં છે. જ્યારે તે સમયે 17.97 લાખની રોકડ ચલણમાં હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT