Ganpat Gaikwad: પોલીસ સ્ટેશનની અંદર જ પાંચ રાઉન્ડ ફાયરિંગ, BJP MLAએ શિંદે જૂથના નેતાને મારી ગોળી
ભાજપના ધારાસભ્યએ શિવસેના નેતા પર કર્યું ફાયરિંગ ગાયકવાડ સહિત ત્રણ લોકોની કરવામાં આવી ધરપકડ ધારાસભ્યએ કહ્યું હા મેં જ ગોળી મારી, કોઈ પસ્તાવો નથી Ganpat…
ADVERTISEMENT
- ભાજપના ધારાસભ્યએ શિવસેના નેતા પર કર્યું ફાયરિંગ
- ગાયકવાડ સહિત ત્રણ લોકોની કરવામાં આવી ધરપકડ
- ધારાસભ્યએ કહ્યું હા મેં જ ગોળી મારી, કોઈ પસ્તાવો નથી
Ganpat Gaikwad and Mahesh Gaikwad: મહારાષ્ટ્રમાં જમીનને લઈને થયેલી લડાઈ બાદ બે શાસક પક્ષોના નેતાઓ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે એક ધારાસભ્યએ બીજા નેતાને ગોળી મારી દીધી. આરોપી ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનની અંદર શિંદે જૂથના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મામલો થાણેના ઉલ્હાસનગરનો છે જ્યાં હિલ લાઈન પોલીસ સ્ટેશનની અંદર ફાયરિંગની આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે આરોપી ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસના આપ્યા આદેશ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ધરપકડ કરાયેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડને મેડિકલ તપાસ માટે પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવી રહ્યા છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાના સંદર્ભમાં ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જમીન વિવાદ અંગે થઈ હતી માથાકૂટ
એડિશનલ સીપી શિંદેના જણાવ્યા અનુસાર, ગણપત ગાયકવાડનો પુત્ર જમીન વિવાદની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવ્યો હતો, ત્યારે મહેશ ગાયકવાડ તેના લોકો સાથે ત્યાં પહોંચ્યા હતા. બાદમાં ગણપત ગાયકવાડ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અધિકારીના જણાવ્યા મુજબ, ધારાસભ્ય અને શિવસેનાના નેતા વચ્ચેની બોલાચાલી દરમિયાન, ગણપત ગાયકવાડે વરિષ્ઠ નિરીક્ષકની ચેમ્બરની અંદર મહેશ ગાયકવાડ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જેમાં તે અને તેના સાથીદારને ઈજા થઈ હતી.
ADVERTISEMENT
આરોપી ધારાસભ્યએ કહ્યું- મને કોઈ અફસોસ નથી
ગણપત ગાયકવાડે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું, ‘હા, મેં જ તેને ગોળી મારી, મને કોઈ અફસોસ નથી. મારા પુત્રને પોલીસ સ્ટેશનની અંદર પોલીસની સામે માર મારવામાં આવે તો હું શું કરીશ? તેણે દાવો કર્યો કે તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું. ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે ‘મહારાષ્ટ્રમાં ગુનેગારોનું સામ્રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે’. ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ છે.
ADVERTISEMENT