BJP ના ધારાસભ્ય વિધાનસભામાં PORN જોતા ઝડપાયા, પાર્ટી દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી
ગુવાહાટી : ત્રિપુરામાં સત્તારૂઢ ભાજપના એક ધારાસભ્યે દાવો કર્યો કે, વિધાનસભામાં પોતાના મોબાઇલ ફોન પર પોર્ન જોતા પકડાયા બાદ અજાણતા જ તેમણે આ ખુલી ગયું…
ADVERTISEMENT
ગુવાહાટી : ત્રિપુરામાં સત્તારૂઢ ભાજપના એક ધારાસભ્યે દાવો કર્યો કે, વિધાનસભામાં પોતાના મોબાઇલ ફોન પર પોર્ન જોતા પકડાયા બાદ અજાણતા જ તેમણે આ ખુલી ગયું હોવાનો બચાવ કર્યો હતો. તેમણે પોતાના બચાવમાં કહ્યું કે, તેઓ સમાચાર જોઇ રહ્યા હતા ત્યારે અચાનક બીજી વેબસાઇટ ખુલી ગઇ હતી અને પોર્ન વીડિયો ચાલવા લાગ્યો હતો. જો કે હાલ તો ધારાસભ્યની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે પોર્ન વીડિયો જોતા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
જબલનાથે કહ્યું કે હું તો સમાચાર જોઇ રહ્યો હતો
આ અંગે સ્પષ્ટતા કરતા ધારાસભ્ય જદબલાલ નાથે જણાવ્યું કે, હું સમાચાર જોઇ રહ્યો હતો. ત્યારે અચાનક કંઇક આવ્યું અને તેને હટાવવા માટે મે ક્લિક કર્યું તો તે પોર્ન સાઇટ ખુલી ગઇ હતી. ખોટી રીતે તેના પર ક્લિક થઇ જવાને કારણે આ ઘટના બની હોય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જદબલાલ પહેલા માકપાની સાથે હતા. જો કે 2018 ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ અચાનક ભાજપમાં જોડાઇ ગયા હતા. ચૂંટણી લડ્યા બાદ ધારાસભ્ય પણ બની ગયા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો
વિધાનસભા સત્રના બીજા દિવસે સોમવારે થયેલી આ ઘટના બુધવારે સાંજે સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થયા બાદ સામે આવી હતી. જો કે ધારાસભ્યએ કહ્યું કે, મને ખબર છે કે હું તેને વિધાનસભામાં ન જોઇ શકું આ એક ગંભીર ગુનો છે. મને વાયરલ વીડિયો અંગે બુધવારે માહિતી મળી હતી. જો કે તેમણે દાવો કર્યો કે, અત્યાર સુધી ન તો વિધાનસભા અધ્યક્ષ વિશ્વબંધુ સેન અને ન તો વિધાનસભા સચિવાલયે તેમનો સંપર્ક કર્યો છે. જેથી હું વિધાનસક્ષા અધ્યક્ષ અને મારી પાર્ટીના અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યના નિર્દેશ અનુસાર કામ કરીશ.
ADVERTISEMENT
ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ધારાસભ્યને મળવા બોલાવાયા
ધારાસભ્યએ કહ્યું કે, ભટ્ટાચાર્યે તેમના સંપર્ક કરીને પુછ્યું હતું કે તેઓ વાયરલ વિડિયો અંગે જાણે છે. આજે હું પાર્ટી અધ્યક્ષને મળીશ અને નક્કી કરીશ કે મારે શું કરવાનું છે. પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ તેમની પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે.જો કે સ્પીકરને આ અંગે કરવામાં આવેલા કોલનો તેમણે કોઇ જવાબ આપ્યો નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 2012 માં વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પોતાના ફોન પર પોર્ન જોતા કેમેરામાં કેદ થયા બાદ કર્ણાટકમાં ત્રણ ભાજપના મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. પછી 2015 માં ઓરિસ્સામાં એક કોંગ્રેસ ધારાસભ્યને આ પ્રકારના ગુના માટે સ્પીકર દ્વારા સાત દિવસ માટે ફરજરિક્ત કરી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT