ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા માટે મોટો દાવ, કેન્દ્રીયમંત્રી-સાંસદોને વિધાનસભા ઉમેદવાર બનાવાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

MP Election 2023 : મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અંગે ભાજપે પોતાનો સૌથી મોટો દાવ રમ્યો છે. ભાજપે કોગ્રેસથી પણ એક ડગલું આગળ ચાલીને પોતાની બીજી યાદી પણ બહાર પાડી દીધી છે. આ યાદી જોઇને ભાજપે પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે કે, આ ચૂંટણીમાં ભાજપ કોઇ જ જોખમ ખેડવા નથી માંગતી. આ જ કારણ છે કે, ભાજપે પોતાના અનેક દિગ્ગજ નેતાઓ અને હાલના કેન્દ્રીય મંત્રી અને સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ કોઇ પણ કિંમતે મધ્યપ્રદેશ ગુમાવવા નથી માંગતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપે 17 ઓગસ્ટે પહેલી યાદી બહાર પાડી હતી, જેમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપ અત્યાર સુધી 78 ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે.

અનેક મંત્રી અને સાંસદોને MLA પદના ઉમેદવાર બનાવાયા

પાર્ટી જે સાંસદોને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપી રહી છે તેમાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ફગ્ગનસિંહ ફુલસ્તે, પ્રહલાદ પટેલ, ગણેશ સિંહ, રાકેશ રીતિ પાઠક અને સાંસદ ઉદયપ્રતાપસિંહનો સમાવેશ થાય છે. ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. સતનાથી સાંસદ ગણેશસિંહ સતના સીટથી ચૂંટણી લડશે. સીધી સાંસદ રીતિ પાઠક સીધી વિધાનસભાથી ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી ફગ્ગનસિંહ ફુલસ્તેને નિવાસ વિધાનસભા સીટથી ટિકિટ આપી ચુક્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમને નરસિંહપુરથી ટિકિટ આપવામાં આવ્યા છે.

ઇંદોરમાંથી વિજય વર્ગીયને ઉતારવામાં આવ્યા

મિની મુંબઇ તરીકે ઓળખાતા મધ્ય પ્રદેશના ચર્ચિત શહેરમાંથી એક છે. પ્રદેશની રાજનીતિ આ શહેરનો ખાસ મુકામ છે. અહીંની ઇંદોર-1 વિધાનસભા સીટ પણ સમાચારોમાં રહે છે. આ સીટનો તાના-બાના કંઇક એવું છે કે અહીં મેચ કોંગ્રેસ અને ભાજપમાં જ થતું રહે છે. જો કે 1990 બાદ રાજનીતિ પર નજર કરીએ તો મોટાભાગનો સમય ભાજપના ધારાસભ્ય જ જીતતા રહ્યા છે. જો કે 2018 ચૂંટણીમાં કોંગ્રેસ સંજય શુક્લાએ ભાજપના સુદર્શન ગુપ્તાને આકરી મુકાબલામાં હરાવી દીધા હતા. હવે આ સીટ ભાજપ ફરીથી પોતાના કબ્જામાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, ભાજપે અહીંથી કૈલાશ વિજયવર્ગીયને પોતાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT

નિવાસી વિધાનસભાથી કેન્દ્રીય મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તે

ભાજપે નિવાસીથી જીતેલા કેન્દ્રીય મંત્રી ભગ્ગનસિંહ ફુલસ્તેને પોતાન ઉમેદવાર બનાવ્યા છે. ગત્ત વખતે ફગ્ગનસિંહ કુલસ્તેના ભાઇ રામપ્યારે કુલસ્તે નિવાસથી ચૂંટણી હારી ગયા હતા. તેમને કોંગ્રેસનાં ડૉ. અશોક માર્સકોલેએ 15 ટકા વોટશેરના અંતરથી હરાવી દીધા હતા.

નરસિંહપુરમાં ભાઇની ટિકિટ કાપીને કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશીને તક

નરસિંહપુર સીટ ભલે હાલ ભાજપની પાસે હોય અહીંથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના ભાઇ જાલમ પટેલ ધારાસભ્ય છે તે પહેલા પણ મંત્રી પણ રહી ચુક્યા છે. આ સીટ પર 10 વર્ષથી ભાજપનું રાજ છે. જો કે ધારાસભ્ય જાલમ પટેલના પુત્રના નિધન બાદ આ સીટ પર તેમની સ્થિતિ સારી નથી. આજ કારણ છે કે, ભાજપે જાલમના જગ્યાએ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલને પોતાના ઉમેદાર બનાવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT