LAHDC ની ચૂંટણીમાં ભાજપના ભુંડા હાલ થયા, આકાશ-પાતાળ એક કર્યા છતા 30 માંથી 2 જ સીટ

ADVERTISEMENT

LADC Election Result
LADC Election Result
social share
google news

LAHDC Election Result: LAHDC કારગીલ ચૂંટણીમાં ભાજપ માત્ર 2 જ સીટ જીતી શકી હતી. ચૂંટણીના પરિણામ બાદ ઉમર અબ્દુલ્લાએ ભાજપ પર વ્યંગ કર્યા હતા.

LAHDC Election Result 2023: નેશનલ કોન્ફરન્સ (NC) ના નેતા ઉમર અબ્દુલ્લાએ રવિવારે કહ્યું કે, લદ્દાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદ (LAHDC) કારગીલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને શરમજનક પરાજય મળી છે. અહીં કેન્દ્રમાં રહેલા સત્તાદળ માટે ખતરાની ઘંટી છે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, આ ચૂંટણી પરિણામોએ સ્થાનિક લોકોને પરામર્શ કર્યા વગર પૂર્વવર્તી રાજ્ય જમ્મુ કાશ્મીરના વિભાજપ વિરુદ્ધ એક સંદેશ છે. તેમણે કહ્યું કે, ચૂંટણીના પરિણામો ભાજપ માટે ખતરાની ઘંટી સમાન છે.

ADVERTISEMENT

ભાજપનો ખરાબ રીતે થયો પરાજય

અબ્દુલ્લાએ એક નિવેદનમાં કહ્યું કે, આ પરિણામ તે મામ શક્તિઓ અને દળો માટે એક સંદેશ છે, જેમણે સ્થાનીક લોકોની સંમતી વગર બિનલોકશાહી અને અસંવૈધાનિક રીતે પૂર્વવર્તી રાજ્ય જમ્મુ-કાશ્મીરના બે હિસ્સામાં વિભાજીત કરી દેવામાં આવ્યું હતું. તેનો આ જવાબ છે.નેશનલ કોન્ફરન્સ એલએએચડીસી કારગિલ ચૂંટણીમાં 12 પાર્ષદોની સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી. કોંગ્રેસની સાથે અમે પોતાની સીટો શેર કરી. અમારીપાસે 26 માંથી 21 કે 22 પાર્ષદ હશે. આ ભાજપ અને તેની વિભાજનકારી નીતિઓ વિરુદ્ધ એક શાનદાર જનાદેશ છે. તેમણે કહ્યું કે, આ 5 ઓગસ્ટ 2019 ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર સાથે જે કર્યું લોકોએ તેનો અસ્વીકાર કર્યો છે.

મહેબુબા મુફ્તીએ પણ ખુશી વ્યક્ત કરી

બીજી તરફ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) પ્રમુખ મહેબુબા મુફ્તીએ પણ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની જીત પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, ધર્મનિરપેક્ષ પાર્ટીઓને કારગીલમાં જીતતી જોઇને ખુબ જઆનંદની લાગણી અનુભવી રહ્યો છું.

ADVERTISEMENT

ભાજપને માત્ર 2 સીટ પર જ જીત મળી

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે LAHDC ચૂંટણીમાં કુલ 21 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. 4 ઓક્ટોબરે LAHDC ની 26 સીટો પર ચૂંટણી થઇ હતી, જેમાં અત્યાર સુધીમાં 25 ના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. ભાજપને માત્ર 2 સીટો પર જ જીત પ્રાપ્ત થઇ છે. જમ્મુ કાશ્મીર તંત્ર 30 સભ્યોની લદ્દાખ સ્વાયત પર્વતીય વિકાસ પરિષદ (LAHDC) કારગીલ માટે ચાર સભ્યોની ભલામણ કરે છે અને તેની પાસે મતદાનનો અધિકાર હોય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT