BJP ચોર-લૂંટારાઓની પાર્ટી છે અમારી 6 સરકારની ચોરી કરી લીધી: ખડગેના ચકચારી આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પઠાણકોટ : રાજ્યના 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચુકી છે. આ સાથે જ તમામ રાજનીતિક પાર્ટીઓ તૈયારીઓમાં પણ લાગી ચુકી છે. આરોપ પ્રત્યારોપ પણ ચાલુ થઇ ચુક્યા છે. આ કડીમાં ભારત જોડો યાત્રામાં બોલતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને ચોર અને ડાકુ પાર્ટી ગણાવીને રાજ્યોમાં સરકારોની ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપના લોકો ડરાવી ધમકાવીને રાજ કરી રહ્યા છે
ખડગેએ કહ્યું કે, ‘ ભાજપના લોકો ડરાવી ધમકાવીને આપણા અનેક લોકોને લઇને જતા રહ્યા. અમારી 6 સરકાર ભાજપે ચોરી લીધી છે. હું ભાજપને ચોર કહું કે ડાકું કહ્યુ? જનતાએ કોંગ્રેસની પસંદગી કરી, અમને આશિર્વાદ આપ્યો પરંતુ તેમણે અમારી સરકાર જ ચોરી લીધી’ ભારત જોડો યાત્રા ગુરૂવારે પઠાણકોટ પહોંચીહતી. અહીં કોંગ્રેસની એક જાહેર સભા હતી જેમાં તેઓએ જનતાને સંબોધિત કરી હતી.

ભારત જોડો યાત્રા પઠાણકોટ પહોંચી ત્યા વિશાળ જનસભા સંબોધિત કરી
ખડગેએ કહ્યું કે, ભારત જોડો યાત્રાના ગુરૂવારે પઠાણકોણ પહોંચવાથઈ કોંગ્રેસે એક જનસભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાને 125 દિવસ પુર્ણ થઇ ચુક્યા છે. કન્યાકુમારીથી માંડીને કાશ્મીર સુધી જે યાત્રા કરી રહ્યા છે તે સમગ્ર દેશના લોકોને જોડવા માટે છે. સમાજમાં આજે ભાજપ સરકાર, આરએસએસના લોકો સમાજ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. માટે રાહુલ ગાંધી વિચારે છે કે, આ યાત્રા દ્વારા લોકોને સરકારને કમીઓ ગણાવે. ખાસ કરીને મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સ્થિતિ પર લોકોને અરીસો દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ADVERTISEMENT

ભારત જોડો યાત્રાની સફળતાથી ભાજપ ગભરાઇ ગયું
દરેક વર્ગના લાખો લોકો ભારત જોડો યાત્રાને જોડી રહ્યા છે. આ યાત્રાની સફળતાને જોતા ભાજપ ગભરાઇ છે. જેના કારણે ભાજપના લોકો કંઇક કે કંઇક અમારી વિરુદ્ધ બોલતા રહે છે. તેમને દેશના લોકોની ભલાઇ માટે કામ નથી કરવું. જ્યાં પણ જાય છે માત્ર ચૂંટણીની જ વાતો કરતા રહે છે. હાલ જે ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડમાં જે ચુંટણી છે, ત્યાં પણ જઇને આજ વાત કરીશું.

પાર્લામેન્ટમાં સવાલ કરીએ તો બહાના બનાવી આ લોકો ભાગી જાય છે
ખડગેએ કહ્યું કે, જે કાંઇ પણ જનતાના સવાલ હોય, તેમના મુદ્દે જ્યારે અમે પાર્લામેન્ટમાં ઉઠાવીએ તો બહાના બનાવીને સદનને પ્રભાવિત કરે છે અને પછી અમારા પર જ આરોપો લાગે છે. જો કે જ્યા સુધી અમે સાંભળવા માટે તૈયાર છે જનતાની સમસ્યાને સંભળાવવા માટે તૈયાર છીએ તો તેઓ સાંભળવા તૈયાર નથી હોતા. તેઓ ડરાવે છે, ધમકાવે છે અને અમારા લોકોને લઇ જાય છે. લોકો જે અમને પસંદ કરીને લાવ્યા, અમારી 6 સરકારો ચોરીની મધ્યપ્રદેશની ચોરી કરી, મહારાષ્ટ્રની ચોરી કરી તો અમે હું શું કહું તેમને ચોર કહું કે ડાકુ કહું. કારણ કે જનતા કોંગ્રેસને પસંદ કરીને લાવી પરંતુ તે લોકોએ અમારી સરકારની ચોરી કરી. કોઇને આઇટી, કોઇને ઇડી તો કોઇને લાલચ દ્વારા પોતાની તરફી લઇ લીધા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT