‘ટૂંકા કપડામાં છોકરીઓ શૂર્પણખા લાગે છે, આપણે તેમને દેવીઓ કહીએ છીએ’, BJP નેતાનું વિવાદાસ્પદ નિવેદન

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઈન્દોર: ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, ટૂંકા કપડા પહેરીને બહાર આવેલી છોકરીઓ શૂર્પણખા જેવી લાગે છે. તેમણે ભારતીય સંસ્કારોની વાત કરતા છોકરીઓને સારા વસ્ત્રો પહેરવાની પણ સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ભારતના પૌરાણિક પુસ્તક “રામાયણ” માં શૂર્પણખાને લંકાના રાજા રાવણની બહેન તરીકે વર્ણવવામાં આવી છે અને દંતકથા અનુસાર, ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણે શૂર્પણખાનું નાક તેના અભદ્ર વર્તન માટે કાપી નાખ્યું હતું.

હનુમાન જયંતિ પર કૈલાશ વિજયવર્ગીનું વિવાદાસ્પદ નિવેદન
વિજયવર્ગીય મહાવીર જયંતિ અને હનુમાન જયંતી દરરમિયાન બુધવારે રાત્રે સ્થાનિક સામાજિક સંસ્થાના કાર્યક્રમના મંચ પરથી પોતાના સંબોધનમાં આ વાત કહી. તેમના સંબોધનના વિવાદાસ્પદ ભાગનો એક વીડિયો શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડિયોમાં, વિજયવર્ગીય ઈન્દોરમાં રાતના સમયે યુવા નશામાં ફરતા દેખાવા પર ચિંતા વ્યક્ત કરતા સ્થાનિક લોકોને અપીલ કરતા સંભળાય છે કે પોતાના બાળકોને સારા સંસ્કાર આપો. તેમણે કહ્યું કે, હું દાદા-દાદી, માતા-પિતાને કહું છું કે શિક્ષણ જરૂરી નથી, સંસ્કાર જરૂરી છે.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જ્યારે હું રાત્રે બહાર જાઉં છું, ભણેલા-ગણેલા યુવાનો અને બાળકોને નાચતા જોઉં છું ત્યારે મને ખરેખર મન થાય છે કે કારમાંથી નીચે ઉતરીને આ લોકોને પાંચ-સાત ફટકારીને તેમનો નશો ઉતારી દઉં. હું ભગવાનની કસમ ખાઉં છું. હું હનુમાન જયંતિ પર ખોટું બોલતો નથી.

ADVERTISEMENT

‘દેવી નહીં શૂર્પણખા લાગે છે’

ભાજપ મહાસચિવ અહીંથી અટક્યા નહીં. તેમણે કહ્યું કે, આપણે મહિલાઓને દેવી કહીએ છીએ, પરંતુ છોકરીઓ પણ એવા ગંદા કપડા પહેરીને બહાર આવે છે કે તેમને દેવીનું સ્વરૂપ પણ દેખાતું નથી, તેઓ શૂર્પણખા જેવા દેખાય છે, ખરેખર. ભગવાને આટલું સરસ અને સુંદર શરીર આપ્યું છે..તારે સારા કપડાં પહેરવા જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT