BJPએ નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓના નામ કર્યા જાહેર, નવી યાદીમાં ગુજરાતના એક પણ નેતાને સ્થાન નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પોતાની ટીમ પસંદ કરી છે. જેપી નડ્ડાની નવી ટીમમાં વસુંધરા રાજે, રમણ સિંહ અને કૈલાશ વિજયવર્ગીય સહિત 38 નેતાઓને સ્થાન મળ્યું છે. જ્યારે ગુજરાતના એક પણ નેતાની પસંદગી કરવામાં આવી નથી.

ભારતીય જનતા પાર્ટીએ તેના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક સમીકરણો પર ધ્યાન આપવામાં આવ્યું છે. ભાજપ રાષ્ટ્રીયની નવી ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આઠ રાષ્ટ્રીય મહાસચિવ, એક રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન), એક રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવ, એક ખજાનચી, એક સહ-ખજાનચી અને 13 રાષ્ટ્રીય મહાસચિવોના નામની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની કમાન આ નેતાઓના હાથમાં
પૂર્વ સીએમ અને છત્તીસગઢના વર્તમાન ધારાસભ્ય રમણ સિંહ, સાંસદ સરોજ પાંડે, લતા ઉસેન્ડી , રાજસ્થાનના પૂર્વ સીએમ અને વર્તમાન ધારાસભ્ય વસુંધરા રાજે, ઝારખંડના રઘુવર દાસ, મધ્યપ્રદેશના સૈદાન સિંહ, ઉત્તર પ્રદેશના સાંસદ લક્ષ્મીકાંત બાજપાઈ, સાંસદ રેખા વર્મા અને વિધાન પરિષદના સદસ્ય તારિક મન્સૂર, ઓડિશાના બૈજયંત પાંડા, તેલંગાણાના ડીકે અરુણા, નાગાલેન્ડના એમ ચૌબા એઓ અને કેરળના અબ્દુલ્લા કુટ્ટી. પ્રોફેસર તારિક મંસૂર, જેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તે AMUના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે.

રાષ્ટ્રીય મહામંત્રીની આ નેતાઓને સોંપવામાં આવી જવાબદારી
ઉત્તર પ્રદેશથી સાંસદ અરુણ સિંહ, સાંસદ રાધામોહન અગ્રવાલ, મધ્ય પ્રદેશના સાંસદ કૈલાશ વિજયવર્ગીય, દિલ્હીથી દુષ્યંત કુમાર ગૌતમ, રાજસ્થાનથી સુનિલ બંસલ, મહારાષ્ટ્રથી વિનોદ તાવડે, પંજાબથી તરુણ ચુગ, તેલંગાણાના સાંસદ સંજય બંદી આ ઉપરાંત બીએલ સંતોષને સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ અને શિવ પ્રકાશને રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT

રાષ્ટ્રીય સચિવજી જવાબદારી જાણો કોણે સોંપવામાં આવી
મહારાષ્ટ્રમાંથી વિજયા રાહટકર, આંધ્રપ્રદેશથી સત્ય કુમાર, દિલ્હીથી અરવિંદ મેનન, મહારાષ્ટ્રમાંથી પંકજા મુંડે, પંજાબમાંથી નરેન્દ્રસિંહ રૈના, રાજસ્થાનમાંથી ડો.અલકા ગુર્જર, પશ્ચિમ બંગાળમાંથી અનુપમ હાઝરા, મધ્યપ્રદેશમાંથી ઓમપ્રકાશ ધુર્વે, બિહારમાંથી ઋતુરાજ સિંહા. ઝારખંડના આશા લાકરા, આસામના સાંસદ કામાખ્યા પ્રસાદ તાસા, ઉત્તર પ્રદેશના સાંસદ સુરેન્દ્ર સિંહ નાગર, કેરળના અનિલ એન્ટનીને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશના રાજેશ અગ્રવાલને ખજાનચી અને ઉત્તરાખંડના નરેશ બંસલને સહ-ખજાનચી બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT

આ નેતાઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા
બે નેતાઓને રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કર્ણાટકમાં પોતાની જ ચૂંટણી હારી ગયેલા સીટી રવિને જનરલ સેક્રેટરીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ આસામના બીજેપી સાંસદ દિલીપ સૈકિયાને પણ મહાસચિવ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે હરીશ દ્વિવેદીને રાષ્ટ્રીય સચિવ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. નવી ટીમમાં ઉપપ્રમુખ દિલીપ ઘોષ અને ભારતીબેન શાયલનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

    follow whatsapp

    ADVERTISEMENT