Bipajoyને લઈને PM મોદીએ કરી સમીક્ષા બેઠક- ‘સંવિદનશીલ વિસ્તારોથી લોકોને સુરક્ષિત કાઢો’

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચક્રવાત બિપરજોય સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરી અને અધિકારીઓને નિર્દેશ આપ્યો કે ચક્રવાત બિપરજોયના માર્ગમાં સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોનું સુરક્ષિત સ્થળાંતર સુનિશ્ચિત કરવામાં આવે. આ ચક્રવાત ગુરુવારે ગુજરાતના કચ્છ વિસ્તારમાં દસ્તક આપી શકે છે. વડા પ્રધાને અહીં તોળાઈ રહેલા ચક્રવાતને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકારની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

PMOના જાહેર નિવેદનમાં શું કહ્યું?
વડા પ્રધાન કાર્યાલય (PMO) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે વરિષ્ઠ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. મોદીએ વીજળી, ટેલિકોમ, આરોગ્ય અને પીવાના પાણી જેવી તમામ આવશ્યક સેવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા અને કોઈપણ નુકસાનના કિસ્સામાં તેને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા માટે પણ નિર્દેશ આપ્યો હતો.

Heavy Rain: સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, બિપોરજોય 400 KM દૂર, અસરો શરૂ

વડાપ્રધાને એ પણ નિર્દેશ આપ્યો કે પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને 24×7 કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલય ચોવીસ કલાક પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને રાજ્ય સરકાર અને સંબંધિત કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. PMOએ કહ્યું કે NDRFની 12 ટીમો બોટ, વૃક્ષ કાપવાના સાધનો અને સંચાર સાધનો સાથે તૈનાત છે અને 15 વધુ ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT