બિહારમાં કોંગ્રેસનો મોટો દાવ, 2024ની ચૂંટણી માટે INDIA ગઠબંધનમાં માંગી 8-9 બેઠકો
INDIA Alliance : દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે. એવામાં INDIA ગઠબંધન એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ જ દિશામાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે…
ADVERTISEMENT
INDIA Alliance : દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે. એવામાં INDIA ગઠબંધન એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ જ દિશામાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીએ બિહાર કોંગ્રેસ નેતાઓ સાથે એક બેઠક યોજી હતી. આ મિટિંગમાં સીટ વહેંચણી સહિત આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
બેઠકમાં બિહારની સીટોને લઈ ચર્ચા
આ બેઠક બાદ અખિલેશ પ્રસાદે કહ્યું કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને અમારે અગાઉ પણ એક બેઠક કરવી પડી હતી. પરંતુ કોઈ કારણોસર તે થઈ શક્યું નહીં. પરંતુ આજે રાહુલ ગાંધી અને ખડગે ત્રણ કલાકનો સમય આપ્યો હતો. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં બિહારના 35 થી 36 અગ્રણી નેતાઓ આવ્યા હતા. આ તમામને સભામાં બોલવાની તક આપવામાં આવી હતી. અમારે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની છે. આ માટે ગઠબંધન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની 29મીએ બેઠક મળવાની છે, જેમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવશે.
બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહનું કહેવું છે કે, અમે બિહારમાં ગઠબંધન કરીને ચૂંટણી લડીશું. આ સંદર્ભે 29 ડિસેમ્બરે ગઠબંધન સમિતિની બેઠક યોજાવાની છે. જ્યાં સુધી બિહારનો સવાલ છે, જો અમને આઠ કે નવ બેઠકો મળે તો તે પણ સારું છે. એક સીટથી કઈ શક્ય નથી પરંતુ ગઠબંધન અકબંધ રહેવું જોઇએ. 29મી ડિસેમ્બરે ગઠબંધન સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
ચોથી બેઠકમાં શું થઈ હતી ચર્ચા
દિલ્હીની અશોકા હોટલમાં INDIA ગઠબંધનની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ, જેડીયુ નેતા નીતીશ કુમાર, ટીએમસી ચીફ મમતા બેનર્જી દિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સામેલ થયા હતા.INDIA એલાયન્સની આ બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ પદના ઉમેદવારના નામ પર ચર્ચા કરી. આ દરમિયાન મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના પર અરવિંદ કેજરીવાલ પણ સમર્થન આપ્યું હતું.
ADVERTISEMENT