બિહારમાં 1700 કરોડનો બ્રિજ તૂટ્યા પછી હવે મોરબી દૂર્ઘટનાને લઈને રાજનીતિ થઈ તેજ

ADVERTISEMENT

Morbi bridge collapse
Morbi bridge collapse
social share
google news

ગોપી ઘાંઘર.મોરબીઃ બિહારમાં 1700 કરોડનો કેબલ બ્રિજ ધરાશાયી થયા બાદ હવે મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને રાજકારણ શરૂ થયું છે. તમને જણાવી દઈએ કે મોરબી દુર્ઘટનાના 6 મહિના પછી તે પુલની શું હાલત છે અને આ કેસની સુનાવણી કોર્ટમાં ક્યાં પહોંચી છે.

વિપક્ષ રહેલા ભાજપે નીતિશ કુમારનું માગ્યું રાજીનામું તો…
બિહારમાં જ્યારે 1700 કરોડનો કેબલ બ્રિજ ધરાશાયી થયો ત્યારે વિપક્ષ ભાજપે નીતિશ કુમારના રાજીનામાની માંગણી કરીને આરોપ લગાવ્યો હતો કે સરકારનો ભ્રષ્ટાચાર તેનું મુખ્ય કારણ છે. આ સાથે જ જેડીયુએ પણ ભાજપના આરોપ પર જવાબ આપ્યો કે મોરબી બ્રિજ તૂટી પડતાં 135 લોકોના મોત થયા હતા, ત્યારે ભાજપે તે સમયે તેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કેમ ન કરી. જોકે, મોરબી દુર્ઘટનાને આજે 6 મહિના વીતી ગયા છે, ત્યારે 135 લોકોના જીવ લેનાર આ બ્રિજની હાલત હજુ પણ એવી જ છે જે તેના ધરાશાયી થયા બાદ હતી. આજે પણ અહીં લોખંડના અને કાટ લાગેલા વાયરો લટકેલા છે જે 140 વર્ષ પહેલા પુલના નિર્માણ સમયે લગાવવામાં આવ્યા હતા. જો કે, આજે અને અકસ્માત પહેલાના પુલ વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે પહેલા લોકો તેને અજાયબી તરીકે જોવા આવતા હતા, તેના પર ચાલતા હતા અને તે ધ્રૂજતા પુલનો રોમાંચ અનુભવતા હતા. પરંતુ આજે લોકો માત્ર એ જોવા માટે આવે છે કે જે પુલ તૂટી પડવાને કારણે 135 લોકોના જીવ ગયા હતા તે પડી ગયા પછી કેવો દેખાય છે.

ADVERTISEMENT

હાઈકોર્ટના આદેશથી પાલિકા થઈ હતી સુપરસીડ
છ મહિના વીતી ગયા છતાં આ કેબલ બ્રિજ આજે પણ એ જ હાલતમાં છે જે તૂટ્યો હતો. જે બાદ આ બ્રિજની બંને એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. અહીં કોઈ આવી શકતું નથી અને અહીં કોઈ જઈ શકતું નથી. પાલિકાએ પણ હજુ સુધી આ બ્રિજ ફરી શરૂ થશે કે કેમ તે અંગે નિર્ણય લીધો નથી કારણ કે આ બ્રિજની જાળવણીની જવાબદારી પાલિકાની હતી, જે હાઈકોર્ટના આદેશ બાદ સુપરસીડ થઈ ગઈ છે.

ધોરણ 12 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી ખુશખબરી, બોર્ડે કરી મહત્વની જાહેરાત

ત્રણ સિક્યૂરિટી ગાર્ડને મળ્યા જામીન
આ સમગ્ર મામલે ઓરેવા કંપનીને બ્રિજની જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. તેના એમડી સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગત મહિને ચાર્જશીટ દાખલ થયા બાદ 3 બ્રિજના સુરક્ષા કર્મચારીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ઓરેવા કંપનીના બે મેનેજર, બે ટિકિટ ચેકર અને બે ફેબ્રિકેશન કામદારો હજુ જેલના સળિયા પાછળ છે. આ સાથે ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલે પણ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, તે હાલ જેલના સળિયા પાછળ છે. પોલીસે આ સમગ્ર કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેના થકી પોલીસ દ્વારા મોરબી બ્રિજના નવીનીકરણની કામગીરીમાં તમામ સામે બેદરકારી દાખવવામાં આવી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT