CCTV: શાંત દરિયાએ 5 સેકન્ડમાં બતાવ્યું રૌદ્ર સ્વરૂપ, એટલી મોટી લહેર આવી કે ભાગતા પહેલા લોકો તણાવા લાગ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રત્નાગીરી: અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાની ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના દરિયાકાંઠે પણ મોટી અસર જોવા મળી રહી છે. રત્નાગીરીના દરિયાકાંઠેથી ચોંકાવનારા સીસીટીવી સામે આવી રહ્યા છે. જેમાં દરિયાના કાંઠે મજા માણી રહેલા સહેલાણીઓ અચાનક મોટી લહેર આવતા તેમાં તણાઈ ગયા હતા. દરિયાના વિશાળ મોજામાં બીચ પર લાગેલા સ્ટોલ પણ તણાઈ ગયા હતા. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

છેલ્લા બે દિવસથી રત્નાગીરીના દરિયામાં ચક્રવાત બિપરજોયની ભારે અસર જોવા મળી રહી છે. રત્નાગીરીના તીર્થસ્થળ ગણપતિપુલેના બીચ પર વાવાઝોડાની અસરને કારણે હાલમાં ભારે મોજાનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે ગણપતિપુલે મંદિર પાસે બીચ પર પ્રવાસીઓ આવ્યા હતા. તેઓ બીચ પર બેસીને મજા કરી રહ્યા હતા ત્યારે જ દરિયામાંથી મોટી લહેર આવે છે અને બધા લોકો તેમાં તણાઈ જાય છે. સાથે જ ત્યાં લાગેલા સ્ટોલ પણ તેમાં તણાઈ જાય છે. 5 સેકન્ડમાં આવેલી મોટી લહેરના કારણે લોકોને ભાગવાની પણ તક નથી મળતી અને તેઓ પાણીમાં તણાવા લાગે છે. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT