ઈન્દોરમાં રામ નવમી પર મોટી દુર્ઘટના, બેલેશ્વર મહાદેવ મંદિરમાં કૂવાની છત ધરાશાયી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમી પર એક મોટી દુર્ઘટના થઈ. અહીં સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની છત  પડી ગઈ હતી. જેના કારણે અનેક લોકો વાવમાં પડી ગયા હતા. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમી પર એક મોટી દુર્ઘટના થઈ. અહીં એક મંદિરમાં, કૂવા ઉપરની છત અંદર ખાબકી. જેના કારણે 20-25 જેટલા લોકો  કુવામાં પડી ગયા હતા. 10 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે બાકીના લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.આ ઘટના સ્નેહ નગર પાસેના પટેલ નગરમાં બની હતી. અહી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં કુવા ઉપરની છત ધરાશાઈ  થઈ ગઈ. જેના કારણે તેના પર હાજર લોકો કૂવામાં પડી ગયા હતા. રામ નવમી પર મંદિરમાં હવન ચાલી રહ્યો હતો.

આ મામલે મુખ્યમંત્રી  શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 9 લોકો હજુ પણ ફસાયેલા છે. તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ADVERTISEMENT

કહેવામાં આવી રહ્યું છે કે રામનવમી પર મંદિરમાં હવન થઈ રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા પહોંચ્યા હતા. લોકો પૂજા-અર્ચના કરી આરતી કરી રહ્યા હતા. મંદિરમાં એક પગથિયું હતું, તેના પર 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. પૂજા દરમિયાન, 20-25 લોકો પગથિયાંની છત પર ઉભા હતા, જ્યારે છત ઉડી ગઈ હતી. છત તૂટી પડવાને કારણે લગભગ 20-25 લોકો કૂવામાં પડી ગયા હતા. આ વાવ 50 ફૂટ ઊંડો હોવાનું કહેવાય છે.

મંદિરની નજીક જવાની મનાઈ
જિલ્લા પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જોકે, કૂવામાં પાણી છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. લોકોને મંદિરની નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ADVERTISEMENT

સીએમ શિવરાજ સિંહે અધિકારીઓને આપ્યા નિર્દેશ
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બેલેશ્વર મહાદેવ મંદિરમાં બનેલી ઘટનાની નોંધ લીધી છે. શિવરાજ સિંહે ઈન્દોરના કલેક્ટર અને કમિશનરને ફોન કરીને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. સીએમ ઓફિસ સતત ઈન્દોર જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છે.ઈંદોરના સાંસદ શંકર લાલવાણીએ જણાવ્યું કે સંખ્યા વિશે જણાવવું મુશ્કેલ છે. 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારી પ્રાથમિકતા કુવામાં પડેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાની છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.રેસ્ક્યૂ ટીમ દોરડા લગાવીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે લોકોને દોરડા લગાવીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ટીમના લોકો કૂવામાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર ત્યાં પહોંચી ગયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT