બિહારમાં મોટી દુર્ઘટના ગંગા નદીમાં હોડી ડુબતા 7 લોકો ગુમ, બચાવ અભિયાન શરૂ
પટના : બિહારની રાજધાની પટનામાં મોટી દુર્ઘટના બની છે. અહીં પટનાના મમેર મહાવીર ટોલા ગગા નદીના કિનારે યાત્રીઓ ભરેલી નાવ પલટી ગઇ હતી. મળતી માહિતી…
ADVERTISEMENT
પટના : બિહારની રાજધાની પટનામાં મોટી દુર્ઘટના બની છે. અહીં પટનાના મમેર મહાવીર ટોલા ગગા નદીના કિનારે યાત્રીઓ ભરેલી નાવ પલટી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ નાવ પર 15 લોકો બેઠા હતા. તેમાંથી અત્યાર સુધી 7 લોકો ગુમ થઇ ગયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. પોલીસે લોકોની મદદથી નાવ પર બેઠેલા યાત્રીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. ઘટના સ્થળ પર મનેર પોલીસ સહિત અનેક અધિકારીઓ હાજર છે.
બિહારના પટના જિલ્લામાં દુર્ઘટના બની
મળતી માહિતી અનુસાર બિહારના પટના જિલ્લાના મનેરમાં ગંગા નદીમાં એખ નાવ 15 લોકોને લઇ જઇ રહી હતી. આ દરમિયાન કોઇ કારણથી હોડી પલટી ગઇ. આ ઘટના બાદ હડકંપ મચી ગયો હતો. નાવ પર બેઠેલા લોકો પાણીમાં ડુબવા લાગ્યા હતા. જેમ તેમ કરીને અન્ય લોકોને નદીની બહાર કાઢવામાં આવ્યા. જ્યારે સાત લોકો હજી પણ ગુમ છે.
પોલીસ અને NDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
લોકોને ઘટના અંગે માહિતી મળતાની સાથે જ તત્કાલ પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તત્કાલ રેસક્યું ઓપરેશન શરૂ કર્યું હતું. આ મુદ્દે એએસાઇ સત્યનારાયણ સિંહે જણાવ્યુ કે, ગંગામાં લોકોને શોધવા માટે એનડીએની ટીમ પણ કામ કરી રહી છે. બચાવ અભિયાન ચાલુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT