મોટી દુર્ઘટનાઃ જયપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 બાળકો સહિત 5 લોકો જીવતા ભૂંજાયા
Jaipur Gas Cylinder Blast: રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા પાંચ લોકોના મૃત્યુ થયા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના
ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી
આગ લાગતા પાંચ લોકોના મૃત્યુ થયા
Jaipur Gas Cylinder Blast: રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા પાંચ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 બાળકો અને તેમના માતા-પિતાનો સમાવેશ થાય છે. રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
તમામ મૃતકો બિહારના રહેવાસી
આ દુર્ઘટના જયપુરમાં વિશ્વકર્માના જેસલ્યા ગામના યાદવ માર્કેટમાં સર્જાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ સૌથી પહેલા ઘરમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં લાગી હતી. જીવ ગુમાવનારા તમામ લોકો બિહારના રહેવાસી છે, જેઓ જયપુરમાં એક મકાનમાં રહેતા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ફોરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે.
जयपुर के विश्वकर्मा में भीषण आग की चपेट में आने से 5 नागरिकों के असामयिक निधन का समाचार हृदय विदारक है।
— Bhajanlal Sharma (Modi Ka Parivar) (@BhajanlalBjp) March 21, 2024
परमपिता परमात्मा से दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान व परिजनों को यह वज्रपात सहन करने की शक्ति देने तथा घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूं।
घायलों को…
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વ્યક્ત કર્યું દુઃખ
રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, જયપુરના વિશ્વકર્મામાં ભીષણ આગ લાગતા 5 નાગરિકોના અકાળે મૃત્યુના સમાચાર હચમચાવી નાખે તેવા છે. હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના શ્રીચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સાથે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય એવી પણ હું પ્રાર્થના કરું છું. ઈજાગ્રસ્તોને યોગ્ય સારવારની સુવિધા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT