Modi સરકારનું મોટું પગલું! સંસદના વિશેષ સત્રમાં એક દેશ-એક ચૂંટણીનું બિલ લાવે તેવી શક્યતા

ADVERTISEMENT

One nation One election bill
One nation One election bill
social share
google news

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર આહ્વાહિત કર્યું છે. આ સત્ર 18-22 સપ્ટેમ્બર સુધી ચાલશે. સુત્રો અનુસાર આ સત્રમાં પાંચ બેઠક થશે. સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર વન નેશન વન ઇલેક્શન અંગે બિલ લાવી શકે છે. દેશમાં વન નેશન વન ઇલેક્શ અંગે વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં લૉ કમીશને તે અંગે રાજનીતિક દળોને 6 સવાલના જવાબ માંગ્યા હતા. સરકાર તેને લાગુ કરાવવા માંગે તો કયા પક્ષો તેની વિરુદ્ધમાં છે.

પીએમ મોદીએ રાજ્યસભામાં શું કહ્યું હતું?
PM મોદીએ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, સીધુ જ કહી દેવું કે અમે તેના પક્ષધર નથી, તમે આ અંગે ચર્ચા તો કરો ભાઇ, તમારા વિચાર હશે. અમે વસ્તુઓને સ્થગિત શા માટે કરીએ છીએ. હું માનુ છું કે, જેટલા પણ મોટા મોટા નેતાઓ છે, તેમણે કહ્યું કે, યાર આ બીમારીથી મુક્ત થવું જોઇએ. પાંચ વર્ષમાં એકવાર ચૂંટણી થાય, મહિના-બે મહિના ચૂંટણી ઉત્સવ ચાલે. ત્યાર બાદ પછી કામ પર લાગી જઇએ. આ વાત બધાએ કહી, જાહેર રીતે સ્ટેન લેવામાં સમસ્યા થતી હશે.

તેમણે કહ્યું કે, શું આ સમયની માંગ નથી કે આપણા દેશમાં મતદાતાઓની યાદી તો એક થાય. આજે દેશનું દુર્ભાગ્ય છે કે, જેટલી વખત મતદાન થાય છે, તેટલા જ મતદાતા યાદીમાં આવે છે.

ADVERTISEMENT

22 માં લો કમીશને જાહેર નોટિસ ઇશ્યું કરીને રાજનીતિક દળો, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા સંગઠનોને આ અંગે પણ મંતવ્યો માંગ્યા હતા. લો કમીશને પુછ્યું હતું કે, શું એક સાથે ચૂંટણી કરાવવી કોઇ પણ પ્રકારે લોકશાહી, સંવિધાનના મુળ ઢાંચા અથવા દેશના સંઘીય ઢાંચા સાથે રમત છે? કમીશને પણ પુછ્યું હતું કે, હંગ એસેમ્બલી કે સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઇ પણ રાજનીતિક દળ પાસે સરકાર બનાવવા માટે બહુમતી ન હોય, ચૂંટાયેલી સંસદ કે વિધાનસભાના સ્પીકર તરફથી વડાપ્રધાન કે મુખ્યમંત્રીની નિયુક્તિ કરવામાં આવી શકે છે?

સરકારને સત્ર બોલાવવાનો અધિકાર

સંવિધાનના અનુચ્છેદ 85 માં સંસદનું સત્ર બોલાવવાનું પ્રાવધાન છે. જેના હેઠળ સરકારને સંસદના સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય મામલાના કેબિનેટ સમિતી નિર્ણય લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે મંજુરી આપવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને એક સત્રમાં બોલાવવામાં આવે છે.

ADVERTISEMENT

આ સંશોધનોની જરૂર કેમ ?

– આઝાદી બાદ 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે જ થાય છે.
– ત્યાર બાદ 1968 અને 1969 માં અનેક વિધાનસભાઓ સમય પહેલા જ ભંગ કરી દેવામાં આવી. ત્યાર બાદ 1970 માં લોકસભા ભંગ કરી દેવામાં આવી તેનાથી એક સાથે ચૂંટણીની પરંપરા તુટી ગઇ
– ઓગસ્ટ 2018 માંએક દેશ એક ચૂંટણી પર લો કમીશનની રિપોર્ટ આવી હતી. આ રિપોર્ટમાં સલાહ અપાઇ હતી કે દેશમાં બે ફેઝમાં ચૂંટણી કરાવી શકાય છે.
– પહેલા ફેઝમાં લોકસભાની સાથે જ કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને બીજા ફેઝમાં બાકી રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરંતુ તેના માટે કેટલાક વિધાનસભાઓનો કાર્યકાળ વધારવો પડશે તો કેટલીક વિધાનસભાઓનો સમય પહેલા ભંગ કરવો પડશે. આ બધુ જ સંવિધાન સંશોધન વગર શક્ય નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT