સોમા ગાંડા પટેલનો મોટો દાવ, ચોટીલા બેઠક પરથી ફોર્મ ઉપાડ્યું
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણીને લઈ ફોરમ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાતનો રાજકીય…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણીને લઈ ફોરમ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીને લઈ ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે.આ તમામ બાબતની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે જેમાં સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠકથી અપક્ષ ફોર્મ ઊપડતાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ટેન્શન વધ્યું છે.
ચોટીલા બેઠક પર ઋત્વિજ પટેલ ધારાસભ્ય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતનો રાજકીય માહોલ ગરમ છે ગુજરાતની ચૂંટણીમાં દરરોજ નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આજે સોમા ગાંડા પટેલે અપક્ષ ફોર્મ ઊપડતાં નવા જૂનીના એંધાણ છે. ખૂબ સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ મેદાને ઉતરશે. ચોટીલા બેઠક પર વર્તમાનમાં કોંગ્રેસના ઋત્વીક મકવાણા ધારાસભ્ય છે અને ચોટીલા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે.
2019 માં આપ્યું હતું રાજીનામું
2017માં લીંબડી-સાયલા બેઠકથી ચૂંટણી જીત્યા પછી આપ્યું તેમણે રાજીનામું આપ્યું હતું. સોમા રાજીનામાને કારણે ભરતસિંહની રાજ્યસભાની ચૂંટણીમાં હાર થવાનું કારણ પણ બતવવામાં આવે છે. ચૂંટણી આવે અને પક્ષપલટો કરતા સોમા હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે. તેમણે 2019માં લીંબડી-સાયલા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. સમાજના બળથી છાશવારે પક્ષપલટો કરતા સોમાભાઈ આ વખતે પણ મેદાનમાં ઉતર્યાં છે.
ADVERTISEMENT
ચોટીલા બેઠકનો રાજકીય ઇતિહાસ
- 2017 મકવાણા ઋત્વિકભાઈ લવજીભાઈ કોંગ્રેસ
- 2012 શ્યામજીભાઈ વીરજીભાઈ ચૌહાણ ભાજપ
- 2010 (પેટા) કે બી વશરામભાઈ ભાજપ
- 2009 (પેટા) કે વી હરજીભાઈ ભાજપ
- 2007 પોપટભાઈ સેવિશભાઈ જીજારીયા કોંગ્રેસ
- 2002 જીંજરી પોપટભાઈ સાવદભાઈ અપક્ષ
- 2000 (પેટા) મકવાણા મહેશકુમાર ભાજપ
- 1998 સવિષભાઈ કાનજીભાઈ મકવાણા કોંગ્રેસ
- 1995 કરામસિંહ કાનજીભાઈમક્વાણા કોંગ્રેસ
- 1990 કરમસિંહ કાનજીભાઈ મકવાણા જનતાદળ
- 1985 કરમસિંહ કાનજીભાઈ મકવાણા અપક્ષ
- 1980 મકવાણા કર્મસિન્હ નજીબભાઈ કોંગ્રેસ
- 1975 મકવાણા કરીંદભાઈ કાનજીભાઈ કોંગ્રેસ
- 1972 કરમશીભાઇ કાનજીભાઈ કોંગ્રેસ
- 1967 ધર્મેન્દ્રસિંહજી એસડબ્લ્યુએ
- 1962 ત્રમ્બકશા મોહનલાલ દવે કોંગ્રેસ
ADVERTISEMENT