Adani Groupના તમામ શેરોમાં આજે પણ મોટો ઘટાડો, 2 શેરોમાં લોઅર સર્કિટ, હિંડનબર્ગની રિપોર્ટથી હોબાળો!
નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મ Hindenburgની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડો અટકવાનું નામ નથી રહ્યો. બુધવારથી પણ મોટો ઘટાડો આજે શુક્રવારે જોવા મળી રહ્યો…
ADVERTISEMENT
નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મ Hindenburgની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડો અટકવાનું નામ નથી રહ્યો. બુધવારથી પણ મોટો ઘટાડો આજે શુક્રવારે જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપના તમામ શેરોને વેચવાની જાણ હોડ જામી ગઈ છે. અદાણી ગ્રુપના શેરોમાં વેચવાલીની શેર બજારમાં પણ અસર થઈ રહી છે.
અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ગેસમાં પણ ઘટાડો
આજે માર્કેટ ખુલતા જ અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં 16 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો. શેર નીચે જઈને 52 વીકના તળિયે 1564 રૂપિયા સુધી પહોંચી ગયા. જ્યારે અદાણી ટોટલ ગેસમાં પણ 15 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે.
અદાણીના 7 શેરોમાં ભારે ઘટાડો
જ્યારે આજથી adani enterprisesનો FPO ઓપન થઈ ગયો છે. પરંતુ આ પહેલા જ શેર 6 ટકાથી વધુ ઘટીને FPOની પ્રાઈસ નજીક પહોંચી ગયા. જ્યારે અદાણી પાવર, અદાણી વિલ્મરમાં તો 5-5 ટકાની લોઅક સર્કિટ લાગી ગઈ. જ્યારે અદાણી પોર્ટમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો.
ADVERTISEMENT
Hindenburgની રિપોર્ટ બાદ થયું નુકસાન
નોંધનીય છે કે આ પહેલા ફોરેન્સિક ફાઈનાન્સિયલ રિસર્ચ ફર્મ Hindenburgની રિપોર્ટના કારણે ગૌતમ અદાણીને રૂ.50 હજાર કરોડનું નુકસાન થયું હતુ અને આજે તેનાથી પણ વધારે મોટા નુકસાનની આશંકા છે. આ રિપોર્ટમાં કહેવાયું હતું કે અદાણીની કંપનીઓમાં શોર્ટ પોઝિશન પર છે. રિપોર્ટમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓના લોન પર પણ સવાલો કરાયા હતા. રિપોર્ટમાં દાવો કરાયો હતો કે અદાણી ગ્રુપની 7 મુખ્ય લિસ્ટેડ કંપનીઓમાં 85 ટકાથી વધારે ઓવરવેલ્યૂ છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT