BIG BREAKING: શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને જમાઇ પાસે છે ADANI ના કરોડો રૂપિયાના શેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : સુપ્રિયા સુલેએ અદાણી કંપનીના 45 હજાર શેર અમેરિકાની આર્થિક શોધ કંપની હિંડનબર્ગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર સામાજિક હેરફેર અને અકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ પુછ્યું કે અદાણીની કથિત શેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયાના માલિક કોણ છે અને એક સંયુક્ત સંસદીય સમિતી (JPC) ની આ વિરોધ બાદ એક મોટું અપડેટ સામે આવ્યું છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને ખુલાસો થયો છે કે, જમાઇ સદાનંદ સુલેની પાસે અદાણી કંપનીના આશરે 45 હજાર શેર છે. આ શેરનું મુલ્ય કેટલું છે? આવો જાણીએ કે હિંડનબર્ગના અહેવાલ બાદ આ શેરમાં કેટલું નુકસાન થયું છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેના જમાઇની પાસે અદાણી કંપનીના 45 હજાર શેર છે.

અદાણીની 6 કંપનીઓમાં સુલેનું રોકાણ
અદાણીની છ કંપનીઓમાં શરદ પવારની પુત્રી સાંસદ સુપ્રિયા સુલે અને જમાઇ સદાનંદ સુલેના 45 હજાર શેર છે. 2014 માં સુપ્રિયા અને સદાનંદ સુલેની પાસે અદાણી સમુહની ત્રણ કંપનીઓના 21 હજાર શેર હતા. તે સમયે તેની કિંમત 31 લાખ 85 હજાર 165 રૂપિયા હતા. ત્યાર બાદ 2019 સુધી 3 વધારે કંપનીઓના શેર ખરીદીને સુલે દંપત્તી દ્વારા અદાણી સમુહના શેરની સંખ્યા 45 હજાર સુધી પહોંચી ગઇ. સુપ્રિયા સુલેએ 2019 ના લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સોંપાયેલા હલફનામામાં અદાણી કંપનીમાં પોતાના પરિવાર પાસે હાજર શેરોનું વિવરણ અપાયું હતું.

આશરે બાર કરોડના શેર 3 કરોડની આસપાસના થઇ ગયા
બીજી તરફ હિંડનબર્ગ રિપોર્ટ આવતા પહેલા આ શેરની કિંમત 11કરોડ 68 લાખ રૂપિયા હતી. જો કે રિપોર્ટ પ્રકાશિત થયા બાદ તે ઘટીને 2 કરોડ 84 લાખ રૂપિયા થઇ ચુક્યું છે. કુલ મળીને જો ઉક્ત શેર હિંડનબર્ગ રિપોર્ટ બાદ પણ રખાય છે તો સુપ્રિયા સુલે અને સદાનંદ સુલેને આર્થિક રીતે મોટો ફટકો પડી શકે છે. શરદ પવારે 7 એપ્રીલે અદાણી ગ્રુપના NDTV ને એક ઇન્ટરવ્યું આપ્યો. આ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ટાટા-બિરલા ગ્રુપ પર ગત્ત સરકારની ટિકા કરવાના આરોપ લાગતા હતા. જો કે ત્યાર બાદ લોકોને અહેસાસ થયો કે આ બંન્નેએ દેશ માટે ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે. જો કે હવે અધાણી અંબાણીને નિશાન પર લેવામાં આવી રહ્યા છે. જો કે જ્યાં અંબાણીએ પેટ્રોકેમિકલ અને અન્ય ક્ષેત્રોમાં ભારે યોગદાન આપ્યું હતું.

ADVERTISEMENT

શરદ પવારે અદાણીનો બચાવ કર્યો હતો
બીજી તરફ અદાણીએ વિજળી સહિત અન્ય ક્ષેત્રોમાં ભારે યોગદાન આપ્યું. દેશને તેમની જરૂર છે. શરદ પવારે કહ્યું હતું કે, જો આ સમુહે કંઇ પણ ખોટું કર્યું છે તો લોકશાહીમાં આ અંગેના પુરા રજુ કરવાનો અધિકાર છે. પવારે એવો પણ દાવો કર્યો કે જેપીસીની માંગ શક્ય નથી. આ નિવેદન બાદ પવારે વિપક્ષની માંગની હવા કાઢી નાખી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT