BF સાથે પકડાયેલી દીકરીએ પિતા પર જ રેપ કેસ કરી નાખ્યો, 12 વર્ષે હાઈકોર્ટથી પાછી મળી આબરું

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ભોપાલની યુવતીએ પોતાના જ પિતા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
  • બોયફ્રેન્ડ સાથે વાંધાજનક સ્થિતિમાં પકડાયા બાદ છોકરીએ પિતાને ફસાવી દીધા.
  • હાઈકોર્ટમાંથી પિતાને 12 વર્ષની સજા બાદ મુક્ત કરવાનો આદેશ અપાયો.

Bhopal News: મધ્યપ્રદેશના ભોપાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમે પણ કહેશો કે સંબંધોમાં કોઈ કદર રહી નથી. સંબંધો તાર-તાર થઈ રહ્યા છે. પ્રેમીની વાતમાં આવીને દીકરીએ તેના પિતા સામે જ બળાત્કારનો ખોટો કેસ નોંધાવ્યો હતો. ભોપાલ કોર્ટે પિતાને પણ આજીવન કેદની સજા ફટકારી હતી. પિતા 12 વર્ષથી જેલના સળિયા પાછળ છે. હવે હાઈકોર્ટે ભોપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને રદ્દ કરીને પિતાને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે દીકરીએ લગાવેલા બળાત્કારના આરોપને ખોટા ગણાવ્યા છે.

પિતાએ દીકરીને BF સાથે પકડી હતી

વાસ્તવમાં, જબલપુર હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ફરિયાદી પક્ષ પોતાનો કેસ યોગ્યતાના આધારે સ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પિતાના વકીલ વિવેક અગ્રવાલે હાઈકોર્ટમાં જણાવ્યું કે, પીડિતાએ પોતે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેના પિતાએ તેને તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ હતી. તેમજ તેને સખત માર માર્યો હતો. આ પછી, યુવતીએ તેના પ્રેમીની વાતમાં આવીને પિતા વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો.

સેશન્સ કોર્ટની સજાથી ગઈ હતી પરિવારની આબરુ

આ પછી ભોપાલ કોર્ટે પિતાને આરોપી જાહેર કરીને આજીવન કેદની સજા સંભળાવી. આ બાબત તે સમયે ખૂબ ચર્ચામાં આવી હતી, જ્યારે સમાજે પિતાને સમાજ માટે કલંક સમાન ગણાવ્યા હતા.

ADVERTISEMENT

પિતા સામે બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો

મામલો ભોપાલના છોલા મંદિર પોલીસ સ્ટેશનનો છે. 21 માર્ચ 2012ના રોજ પીડિતા તેના નાના સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેના પિતાએ 18 માર્ચ 2012ના રોજ તેની સાથે બળાત્કાર કર્યો હતો. પોલીસ તપાસ બાદ સેશન્સ કોર્ટે 15 ફેબ્રુઆરી 2013ના રોજ પિતાને આજીવન કેદની સજા ફટકારી હતી. પિતાએ 2013માં સજા વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી હતી.

કોર્ટમાં શું દલીલ કરવામાં આવી?

એડવોકેટ વિવેક અગ્રવાલે દલીલ કરી હતી કે પીડિતાએ ઘણી વખત તેના નિવેદનો બદલ્યા છે. એમએલસી રિપોર્ટમાં પણ બળજબરીથી થયેલા અત્યાચારનો કોઈ ઉલ્લેખ નથી. સુનાવણી બાદ હાઈકોર્ટે અપીલ સ્વીકારી સેશન્સ કોર્ટનો નિર્ણય રદ કર્યો હતો. હવે પિતા 12 વર્ષ જેલમાં રહ્યા બાદ બહાર આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT