ભોજપુરી અભિનેત્રી સાથે બળાત્કાર, ઇન્સ્ટાફ્રેંડે ઇન્ટરવ્યું માટે હોટલમાં બોલાવી અને…

ADVERTISEMENT

Bhojpuri actress
Bhojpuri actress
social share
google news

નવી દિલ્હી : ગુરૂગ્રામથી ભોજપુરી અભિનેત્રી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. સમાચાર અનુસાર અભિનેત્રીને ઇન્ટરવ્યુના બહાને ગુરૂગ્રામની એક હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. પીટીઆઇના અનુસાર આ શરમજનક ઘટના પાછળ અભિનેત્રીનો જ એક ઇંસ્ટાગ્રામનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. પોલીસને તેની માહિતી 20 જુલાઇએ મળી. અભિનેત્રીએ પોલીસને જણાવ્યું કે, થોડા દિવસો પહેલા ઇંસ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે તેની વાતચીત થઇ હતી. જેનું નામ મહેશ પાંડે છે. તેણે તેને ભોજપુરી સિનેમામાં કામ આપવાના બહાને ગુરૂગ્રામની એક હોટલમાં બોલાવી હતી. જ્યાં તેની સાથે આ ઘટના બની હતી.

ઇન્ટરવ્યું દરમિયાન દારૂ પીવા લાગ્યો અને…
અભિનેત્રીએ પોલીસને જણાવ્યું કે, તે દિલ્હીમાં જ રહે છે અને તેને 29 જૂને ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર વિસ્તારની એક હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. હોટલમાં રૂમ પહેલાથી જ બુક હતો. જ્યારે તેઓ ત્યાં ગયા તો ઇન્ટરવ્યુના નામ પર તેને કેટલાક સવાલો પુછવામાં આવ્યા. જો કે ત્યાર બાદ તે વ્યક્તિ અચાનક દારૂ પીવા લાગ્યો અને તેણે રેપ કર્યો હતો.

મારી નાખવાની ધમકી
અભિનેત્રીનું એવું પણ કહેવું છે કે, આ ઘટના બાદ તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી ચે. સાથે જ તેણે આદમીએ પોતાના મિત્ર દ્વારા ફોન કરાવ્યો અને ધમકાવ્યો. એટલું જ નહી અભિનેત્રીએ એવું પણ કહ્યું કે, તેને એવી પણ ધમકી આપવામાં આવી કે, સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ પોસ્ટ કરી દેશે. જેના મુદ્દે ઉદ્યોગ વિહાર વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે અને હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી
પોલીસનું કહેવું છે કે, જે આરોપ લાગ્યા છે તેની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, જે આરોપ લાગ્યો છે તેની તપાસ ચાલી રહી છે અને ઝડપથી આરોપીઓની વિરુદ્ધ ધરપકડ થશે. હાલ હવે જોવું પડશે કે, આગળ આ મામલે શું સામે આવ્યું છે અને પોલીસની તપાસમાં શું માહિતી મળી છે.

    follow whatsapp

    ADVERTISEMENT