Bhavnagar News: ડેન્ગ્યુનો હાહાકાર, બે માસુમ બાળકીઓનો લીધો જીવ
Bhavnagar News: ભાવનગર જિલ્લામાં ડેંગ્યુના કેસે ઉછાળો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લામાં ડેંગ્યુના 50થી વધુ કેસ નોંધાયા છે. સિહોર તાલુકામાં ડેંગ્યુના કારણે બે માસૂમ…
ADVERTISEMENT
Bhavnagar News: ભાવનગર જિલ્લામાં ડેંગ્યુના કેસે ઉછાળો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લામાં ડેંગ્યુના 50થી વધુ કેસ નોંધાયા છે. સિહોર તાલુકામાં ડેંગ્યુના કારણે બે માસૂમ બાળકીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મચ્છરજન્ય રોગોને લઈને સહુએ સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને ડેન્ગ્યુ જેવા રોગોના મચ્છરોને પણ સમજવાની જરૂર છે. આ મચ્છરોને ઓફિસ ટાઈમ મચ્છર પણ કહે છે તે સવારના સમયમાં એક્ટિવ હોય છે. રાત્રે તે ઈનએક્ટિવ રહે છે. જોકે આ રોગમાં તબીબી સલાહ લેવી અત્યંત જરૂરી છે.
તંત્ર પર લોકોમાં નારાજગી
સિહોરનાં પાંચવડા વિસ્તાર ગંદકી અને કચરાથી ખદબદી રહ્યો છે. આ વિસ્તારમાં ડેંગ્યુના કેસો વધુ પ્રમાણમાં નોંધાયા છે. પરિવાર અને વિસ્તારના લોકોનો આરોપ છે કે સિહોર નગરપાલિકાની ઘોર લાપરવાહીનાં કારણે આ બે બાળકીઓનાં મોત થયા છે. પરિવારનો આરોપ છે કે પાંચવડા વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલાઓ છે. આ ઢગલાઓમાં મચકોડિયાઓનો વાસ છે. નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
G20 Summit 2023: 123 એકરમાં ફેલાયું, ત્રણ માળ… જ્યાં થશે G 20ની સમિટ તે ‘ભારત મંડપમ્’ કેવું છે?
બાળકીઓના મોત થયા તે વિસ્તારમાં હજુ પણ ગંદકી
જે વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના મોત થયા છે, તેના ઘર નજીક જ કચરાના ઢગલા હજી પણ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં હજી પણ 4 થઈ 5 ડેંગ્યુના કેસ સક્રિય છે. બાળકીઓના મોતના કારણે વિસ્તારમાં રોષ ફેલાયો છે. લોકોએ સિહોર નગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા છે.
ADVERTISEMENT
સિહોર નગરપાલિકાના ચેરમેન ચંદ્રકાંત રાણાએ આરોપોનો ખંડન કર્યો છે. તેમનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા સતત ડેંગ્યુથી બચવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાંચવડા વિસ્તારમાં પણ દવા છંટકાવ કરવામાં આવ્યો છે. બાળકીઓના મોતની તપાસ માટે સરકારી તંત્રે તપાસ શરૂ કરી છે.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT